વિકાસ સપ્તાહ: 23 વર્ષમાં ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા 21થી વધીને 108એ પહોંચી

23 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘણું નીચું હતું. તે જ સમયે મોદીજીએ સંકલ્પ કર્યો હતો કે તેઓ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રની પરિસ્થિતિમાં સુધાર લાવવાના તમામ પ્રયાસો કરશે અને રાજ્યના છેવાડાના વર્ગ સુધી શિક્ષણ સરળ અને સુલભ બનાવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 21મો શાળા પ્રવેશોત્સવ આ સંકલ્પને સાકાર કરવા માટે તેઓએ મક્કમતાપૂર્વક શિક્ષણ ક્ષેત્રે અનેક પહેલો અને યોજનાઓ હાથ ધરી અને રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટેના ભગીરથ પ્રયાસો શરૂ કર્યા. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને વેગ આપવા અને શાળાઓમાં વિદ્યાર્થીઓનું નામાંકન વધે તેવા ઉદ્દેશથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમો શરૂ કર્યા. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 21મો શાળા પ્રવેશોત્સવ આયોજિત થયો. ગુજરાત આજે સેક્ટર-સ્પેસિફિક યુનવર્સિટીઓનું હબ બન્યું 23 વર્ષ પહેલા શિક્ષણ ક્ષેત્રે નરેન્દ્ર મોદીએ કરેલી તપસ્યાના સકારાત્મક પરિણામો આજે આપણે જોઇ શકીએ છીએ. આજે નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી ગુજરાતમાં જ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ આપતી કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થાપિત કરવામાં આવી છે. 23 વર્ષ પહેલા ફક્ત 21 યુનિવર્સિટીઓ હતી, જ્યારે આજે રાજ્યમાં 108 યુનિવર્સિટીઓ કાર્યરત છે, જે વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડી રહી છે. ગુજરાત આજે સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ બન્યું છે. રાજ્યની સરકારી શાળાઓ પણ આજે સ્માર્ટ અને ડિજિટલ બની છે. બે દાયકા પહેલા બ્લેકબોર્ડ પર ભણનારા વિદ્યાર્થીઓ આજે ટેક્નોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ સ્માર્ટ ક્લાસીસનો ઉપયોગ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રની આ સિદ્ધિઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વને આભારી છે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ અને યોજનાઓ નરેન્દ્ર મોદીએ હંમેશાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો છે. તેઓએ જ્યારે 23 વર્ષ પહેલા ગુજરાતની સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારે શિક્ષણની પરિસ્થિતિ ઘણી કથળેલી હતી. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સુધાર લાવવા અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવે તેવા ઉદ્દેશથી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમના સકારાત્મક પરિણામો એ આવ્યા કે આજે રાજ્યના લાખો બાળકો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી શાળાઓમાં પ્રવેશ મેળવે છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 21મો શાળા પ્રવેશોત્સવ સફળતાપૂર્વક આયોજિત થયો, જે થકી લગભગ 16 લાખ બાળકોએ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો. શાળા પ્રવેશોત્સવ ઉપરાંત, પ્રાથમિક શિક્ષણને વેગ આપવા માટે મોદીજીએ ગુણોત્સવ, મધ્યાહ્ન ભોજન યોજના, વિદ્યાદીપ યોજના વગેરે જેવી વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકી. શિક્ષણ ક્ષેત્રે અમલી બનેલી વિવિધ પહેલો અને યોજનાઓને પરિણામે વર્ષ 2002માં રાજ્યમાં ધોરણ 1થી 8નો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ 37.22 ટકા હતો, જેમાં આજે નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓના વર્ગખંડોમાં ટેક્નોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ 23 વર્ષ પહેલા ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે દેશના અન્ય રાજ્યો કે પછી વિદેશો તરફ નજર નાખવી પડતી હતી. તત્કાલીન મુખ્યમંત્રીએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાજ્યમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. છેલ્લા 23 વર્ષોમાં રાજ્યમાં કોલેજો, યુનિવર્સિટીઓ તેમજ ટેક્નિકલ શિક્ષણ આપતી સંસ્થાઓની સંખ્યામાં સતત વધારો થયો છે. 23 વર્ષ પહેલા રાજ્યમાં 21 યુનિવર્સિટીઓ કાર્યરત હતી, જ્યારે હાલમાં 108 યુનિવર્સિટીઓ કાર્યરત છે. રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા પણ 23 વર્ષ પહેલા 10થી વધીને આજે 40 થઈ છે. આ ઉપરાંત, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી દ્વારા, ગુજરાત યુવા પ્રતિભાઓના ઇનોવેશનને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે, જેના થકી રાજ્યના યુવાનોને સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન મળ્યું છે. ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ છેલ્લા ચાર વર્ષોથી સતત દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ ક્રમે છે. ગુજરાત આજે સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ બન્યું છે. રાજ્યમાં આજે ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી (વડોદરા), ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, વગેરે રાજ્યના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણની તકો પૂરી પાડી રહી છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, શોધ યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના વગેરે કાર્યરત છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર રાજ્યની બધી સરકારી શાળાઓના પરફોર્મન્સ પર નજર રાખવા માટે દેશનું સર્વપ્રથમ એજ્યુકેશનલ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ભારતનું પ્રથમ રીયલ-ટાઇમ, ઓનલાઈન, સર્વગ્રાહી શાળા શિક્ષણ ડેશબોર્ડ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા એનાલિસિસ વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. રાજ્ય, જિલ્લા, તાલુકા, ક્લસ્ટર, શાળા, ગ્રેડ, વિષય, તેમજ વિદ્યાર્થી સ્તર સંબંધિત વિશ્લેષણ અને ઇનસાઇટ્સ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કરવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ધોરણ 3થી 12 સુધીના તમામ વિષયોના તમામ લર્નિંગ આઉટકમ્સમાં સિદ્ધિઓનું વિવિધ રાજ્યવાર વિશ્લેષણ આપે છે. વર્લ્ડ બે

વિકાસ સપ્તાહ: 23 વર્ષમાં ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા 21થી વધીને 108એ પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

23 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘણું નીચું હતું. તે જ સમયે મોદીજીએ સંકલ્પ કર્યો હતો કે તેઓ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રની પરિસ્થિતિમાં સુધાર લાવવાના તમામ પ્રયાસો કરશે અને રાજ્યના છેવાડાના વર્ગ સુધી શિક્ષણ સરળ અને સુલભ બનાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 21મો શાળા પ્રવેશોત્સવ

આ સંકલ્પને સાકાર કરવા માટે તેઓએ મક્કમતાપૂર્વક શિક્ષણ ક્ષેત્રે અનેક પહેલો અને યોજનાઓ હાથ ધરી અને રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટેના ભગીરથ પ્રયાસો શરૂ કર્યા. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને વેગ આપવા અને શાળાઓમાં વિદ્યાર્થીઓનું નામાંકન વધે તેવા ઉદ્દેશથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમો શરૂ કર્યા. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 21મો શાળા પ્રવેશોત્સવ આયોજિત થયો.

ગુજરાત આજે સેક્ટર-સ્પેસિફિક યુનવર્સિટીઓનું હબ બન્યું

23 વર્ષ પહેલા શિક્ષણ ક્ષેત્રે નરેન્દ્ર મોદીએ કરેલી તપસ્યાના સકારાત્મક પરિણામો આજે આપણે જોઇ શકીએ છીએ. આજે નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી ગુજરાતમાં જ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ આપતી કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થાપિત કરવામાં આવી છે. 23 વર્ષ પહેલા ફક્ત 21 યુનિવર્સિટીઓ હતી, જ્યારે આજે રાજ્યમાં 108 યુનિવર્સિટીઓ કાર્યરત છે, જે વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડી રહી છે. ગુજરાત આજે સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ બન્યું છે. રાજ્યની સરકારી શાળાઓ પણ આજે સ્માર્ટ અને ડિજિટલ બની છે. બે દાયકા પહેલા બ્લેકબોર્ડ પર ભણનારા વિદ્યાર્થીઓ આજે ટેક્નોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ સ્માર્ટ ક્લાસીસનો ઉપયોગ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રની આ સિદ્ધિઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વને આભારી છે.

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ અને યોજનાઓ

નરેન્દ્ર મોદીએ હંમેશાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો છે. તેઓએ જ્યારે 23 વર્ષ પહેલા ગુજરાતની સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારે શિક્ષણની પરિસ્થિતિ ઘણી કથળેલી હતી. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સુધાર લાવવા અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવે તેવા ઉદ્દેશથી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમના સકારાત્મક પરિણામો એ આવ્યા કે આજે રાજ્યના લાખો બાળકો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી શાળાઓમાં પ્રવેશ મેળવે છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 21મો શાળા પ્રવેશોત્સવ સફળતાપૂર્વક આયોજિત થયો, જે થકી લગભગ 16 લાખ બાળકોએ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો.

શાળા પ્રવેશોત્સવ ઉપરાંત, પ્રાથમિક શિક્ષણને વેગ આપવા માટે મોદીજીએ ગુણોત્સવ, મધ્યાહ્ન ભોજન યોજના, વિદ્યાદીપ યોજના વગેરે જેવી વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકી. શિક્ષણ ક્ષેત્રે અમલી બનેલી વિવિધ પહેલો અને યોજનાઓને પરિણામે વર્ષ 2002માં રાજ્યમાં ધોરણ 1થી 8નો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ 37.22 ટકા હતો, જેમાં આજે નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓના વર્ગખંડોમાં ટેક્નોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ

23 વર્ષ પહેલા ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે દેશના અન્ય રાજ્યો કે પછી વિદેશો તરફ નજર નાખવી પડતી હતી. તત્કાલીન મુખ્યમંત્રીએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાજ્યમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. છેલ્લા 23 વર્ષોમાં રાજ્યમાં કોલેજો, યુનિવર્સિટીઓ તેમજ ટેક્નિકલ શિક્ષણ આપતી સંસ્થાઓની સંખ્યામાં સતત વધારો થયો છે. 23 વર્ષ પહેલા રાજ્યમાં 21 યુનિવર્સિટીઓ કાર્યરત હતી, જ્યારે હાલમાં 108 યુનિવર્સિટીઓ કાર્યરત છે.

રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા પણ 23 વર્ષ પહેલા 10થી વધીને આજે 40 થઈ છે. આ ઉપરાંત, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી દ્વારા, ગુજરાત યુવા પ્રતિભાઓના ઇનોવેશનને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે, જેના થકી રાજ્યના યુવાનોને સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન મળ્યું છે. ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ છેલ્લા ચાર વર્ષોથી સતત દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ ક્રમે છે.

ગુજરાત આજે સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ બન્યું છે. રાજ્યમાં આજે ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી (વડોદરા), ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, વગેરે રાજ્યના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણની તકો પૂરી પાડી રહી છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, શોધ યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના વગેરે કાર્યરત છે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર

રાજ્યની બધી સરકારી શાળાઓના પરફોર્મન્સ પર નજર રાખવા માટે દેશનું સર્વપ્રથમ એજ્યુકેશનલ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ભારતનું પ્રથમ રીયલ-ટાઇમ, ઓનલાઈન, સર્વગ્રાહી શાળા શિક્ષણ ડેશબોર્ડ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા એનાલિસિસ વગેરે જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. રાજ્ય, જિલ્લા, તાલુકા, ક્લસ્ટર, શાળા, ગ્રેડ, વિષય, તેમજ વિદ્યાર્થી સ્તર સંબંધિત વિશ્લેષણ અને ઇનસાઇટ્સ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કરવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ધોરણ 3થી 12 સુધીના તમામ વિષયોના તમામ લર્નિંગ આઉટકમ્સમાં સિદ્ધિઓનું વિવિધ રાજ્યવાર વિશ્લેષણ આપે છે. વર્લ્ડ બેંક, OECD, બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશ્નર, યુનિસેફ અને કેમ્બ્રિજ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિમંડળોએ પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી છે, અને તેની પ્રશંસા પણ કરી છે. શિક્ષણ ક્ષેત્રે આ આધુનિક કેન્દ્ર સમગ્ર દેશમાં મોટા પરિવર્તનો લાવી શકે છે.