'વિકાસ થયો ધડામ': સુરતમાં મેટ્રોની ક્રેન ઘર પર પડી, તંત્રએ કહ્યું- ખબર નહીં કઈ રીતે થયું, તપાસ કરીશું
Crane Overturned And Fell On House During Metro Work In Surat: સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે નાના વરાછાના ચીકુવાડી નજીક મેટ્રોની કામગીરી કરતી વખતે ક્રેન તૂટીને બાજુમાં રહેલા મકાન પર પડી હતી. જેમાં ક્રેન પડવાથી મકાનને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ઘટના સ્થળ પર હાજર અધિકારીઓએ 'ખબર નહીં કઈ રીતે થયું' કહીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પલટી મારી મકાન પર પડીસુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ક્રેન પલટી મારતાં નજીકના મકાન પર જઈને પડે છે. ભારેખમ ક્રેન પડતાં મકાનને નુકસાન થયું હતું. જો કે, ઘટનાની જાણ તંત્રને થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે. આ ઉપરાંત, ક્રેન પડવાથી રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પડી જવાની ઘટનાથી નાના વરાછા વિસ્તાર સહિતમાં અફરાતફરી ઊભી થઈ હતી.આ પણ વાંચો : ગુજરાતમાં છ દિવસ મેઘમહેરની આગાહી: આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદખબર નહીં કઈ રીતે થયું, અમે તપાસ કરીશું સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પડી જવાની દુર્ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સચોટ જાણકારી આપી ન હતી, ત્યારે ઘટના પર હાજર અધિકારીએ ક્રેન પડવાની ઘટનાને લઈને 'ખબર નહીં કઈ રીતે થયું' કહીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.ક્રેન પડવાથી નજીકના મકાન સહિત વૃક્ષ અને વાહનોને નુકસાનમળતી માહિતી પ્રમાણે, નાના વરાછાના ચીકુવાડી નજીક મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પલટી થવાથી પાસેના મકાન સહિત વૃક્ષ અને કારને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જો કે, સમગ્ર ઘટના પછી તંત્ર દોડતું થયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Crane Overturned And Fell On House During Metro Work In Surat: સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે નાના વરાછાના ચીકુવાડી નજીક મેટ્રોની કામગીરી કરતી વખતે ક્રેન તૂટીને બાજુમાં રહેલા મકાન પર પડી હતી. જેમાં ક્રેન પડવાથી મકાનને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ઘટના સ્થળ પર હાજર અધિકારીઓએ 'ખબર નહીં કઈ રીતે થયું' કહીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પલટી મારી મકાન પર પડી
સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ક્રેન પલટી મારતાં નજીકના મકાન પર જઈને પડે છે. ભારેખમ ક્રેન પડતાં મકાનને નુકસાન થયું હતું. જો કે, ઘટનાની જાણ તંત્રને થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે. આ ઉપરાંત, ક્રેન પડવાથી રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પડી જવાની ઘટનાથી નાના વરાછા વિસ્તાર સહિતમાં અફરાતફરી ઊભી થઈ હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં છ દિવસ મેઘમહેરની આગાહી: આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ
ખબર નહીં કઈ રીતે થયું, અમે તપાસ કરીશું
સુરત મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પડી જવાની દુર્ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સચોટ જાણકારી આપી ન હતી, ત્યારે ઘટના પર હાજર અધિકારીએ ક્રેન પડવાની ઘટનાને લઈને 'ખબર નહીં કઈ રીતે થયું' કહીને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ક્રેન પડવાથી નજીકના મકાન સહિત વૃક્ષ અને વાહનોને નુકસાન
મળતી માહિતી પ્રમાણે, નાના વરાછાના ચીકુવાડી નજીક મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન પલટી થવાથી પાસેના મકાન સહિત વૃક્ષ અને કારને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જો કે, સમગ્ર ઘટના પછી તંત્ર દોડતું થયું હતું.