વરસાદે ગુજરાતનો વારો પાડ્યો, 250થી વધુ રોડ-રસ્તા બંધ, વાહનવ્યવહાર ઠપ થતાં જનજીવન અસ્ત વ્યસ્ત
Rain Effects In Gujarat: ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં લગભગ શુક્રવારથી પડી રહેલા વરસાદના કારણે જનજીવન ખોરવાયુ છે. જેના લીધે કેટલાય રસ્તો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થયા છે, ભુઆ-ખાડાઓ પડતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.વલસાડમાં સૌથી વધુ અસરઅતિ ભારે વરસાદના કારણે રાજ્યમાં અંદાજે 288 માર્ગવ્યવહાર ખોટવાયા છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 128 રસ્તાઓ પાણી ભરાઈ જતાં બંધ કરવામાં આવ્યા છે. નવસારીમાં 34, સુરતમાં 25 અને તાપીમાં 41 રસ્તાઓ પર પરિવહન સેવાઓ થંભી ગઈ છે. ડાંગમાં 16 અને નર્મદામાં આઠ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે છોટા ઉદેપુરમાં 11, પોરબંદરમાં 6 રસ્તાઓ સહિત ગુજરાતમાં 7 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર અટકી ગયો છે.આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વાપીમાં 13 ઈંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોનું સ્થળાંતર.ગુજરાત સહિત 9 રાજ્યોમાં રેડ એલર્ટ હવામાન વિભાગે આજે પણ તેની આગાહીમાં ગુજરાત સહિત 9 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જ્યારે અન્ય 4 રાજ્યોમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે ત્રિપુરા અને ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્રિપુરામાં સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે.26 ઓગસ્ટે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટક માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain Effects In Gujarat: ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં લગભગ શુક્રવારથી પડી રહેલા વરસાદના કારણે જનજીવન ખોરવાયુ છે. જેના લીધે કેટલાય રસ્તો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થયા છે, ભુઆ-ખાડાઓ પડતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વલસાડમાં સૌથી વધુ અસર
અતિ ભારે વરસાદના કારણે રાજ્યમાં અંદાજે 288 માર્ગવ્યવહાર ખોટવાયા છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 128 રસ્તાઓ પાણી ભરાઈ જતાં બંધ કરવામાં આવ્યા છે. નવસારીમાં 34, સુરતમાં 25 અને તાપીમાં 41 રસ્તાઓ પર પરિવહન સેવાઓ થંભી ગઈ છે. ડાંગમાં 16 અને નર્મદામાં આઠ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે છોટા ઉદેપુરમાં 11, પોરબંદરમાં 6 રસ્તાઓ સહિત ગુજરાતમાં 7 સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર અટકી ગયો છે.
ગુજરાત સહિત 9 રાજ્યોમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે પણ તેની આગાહીમાં ગુજરાત સહિત 9 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જ્યારે અન્ય 4 રાજ્યોમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે ત્રિપુરા અને ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્રિપુરામાં સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે.
26 ઓગસ્ટે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટક માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.