વણસોલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર 3 ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઉમરેઠ- નડિયાદ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત
આણંદ : મૂળ ગોધરાના વિજયસિંહ બળવંતસિંહ ચૌહાણ ઉત્તરાયણ પર્વને લઈ પોતાની સાસરી ઝાલા બોડી જેસાપુરા ખાતે આવ્યા હતા. રવિવારે સાંજના સુમારે તેઓ સંબંધીને અકસ્માત થતા નરેશભાઈ રાવજીભાઈ ડાભી તથા નિલેશકુમાર રમણભાઈ ડાભી સાથે વિજયસિંહ બાઈક ઉપર નડિયાદ જવા માટે નીકળ્યા હતા. સમી સાંજના સુમારે આ ત્રણેય યુવકો ઉમરેઠ નડિયાદ રોડ ઉપર આવેલી પણસોરા ચોકડીથી આગળ વણસોલ સીમમાં આવેલી એક રાઈસ મીલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવી ચડેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણેય યુવકો રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતમાં ત્રણેય યુવકોને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી.
What's Your Reaction?






