વડોદરા જિલ્લા પંચાયતની પહેલી મીટિંગ મળી, આજે 8 તાલુકા પંચાયતના પ્રમુખના નામો જાહેર થશે

May 25, 2026 - 01:30
વડોદરા જિલ્લા પંચાયતની પહેલી મીટિંગ મળી, આજે 8 તાલુકા પંચાયતના પ્રમુખના નામો જાહેર થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની આજે પહેલી મીટિંગમાં પ્રમુખ- ઉપપ્રમુખને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આવતીકાલે આઠ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો જાહેર કરાશે.

વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની પ્રથમ અઢી વર્ષની ટર્મ મહિલા ઓબીસી માટે અનામત હોવાથી કરજણની ચોરંદા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા સદસ્યને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે, ઉપપ્રમુખ પદ સયાજીપુરાના સદસ્યને ફાળવવામાં આવ્યું હતું.

ગઇકાલે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૃપે ફોર્મ ભરવામાં આવ્યા બાદ આજે જિલ્લા પંચાયતના સભાગૃહમાં કલેક્ટરના અધ્યક્ષ પદે યોજાયેલી પહેલી મીટિંગમાં બંને હોદ્દેદારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0