વડોદરામાં પ્રિ-સ્કૂલના ભૂલકાઓને ઓનલાઈન ભણાવવાનું કહેતા વાલીઓમાં રોષ

image : FreepikVadodara Pre School Education : વડોદરા શહેરની પ્રિ.સ્કૂલોમાં બાળકોની સલામતી માટે યોગ્ય પગલા નહીં લેવાયા હોવાથી કેટલાક સંચાલકો દ્વારા બાળકોને ઓનલાઇન ભણાવવાનો ઈશારો કરતાં વાલીઓ ઉશ્કેરાયા છે. અબુધ નાના બાળકો ઓનલાઇન ભણવાના બદલે મોબાઈલ ફોનથી રમવાનું અને મસ્તી કરશે. અબુધ બાળકો એટલા નાના હોય છે કે પોતાના ભવિષ્યનો પણ ખ્યાલ રહેતો નથી. આમ ઓનલાઇન ભણાવવાની વાત આવતા જ વાલીઓએ તેનો છેદ ઉડાડી દઇ પ્રિ-સ્કૂલો બદલી નાખવાની પણ ચીમકી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની ગેમઝોનના અગ્નિકાંડની દુર્ઘટના બાદ સલામતીની જોગવાઈઓ અંગે સરકાર અને વહીવટી તંત્ર એક્શન બોર્ડમાં આવી ગયું છે. નાના ગામડાઓથી મોટા શહેરોમાં ફાયર એનઓસી સહિત વિવિધ મંજૂરી બાબતે સગન ચેકિંગ થયું હતું અને ઠેર-ઠેર સીલ મારવા સહિત નોટીસો પણ સંચાલકોને પાઠવવામાં આવી હતી. જેમાં મલ્ટિપ્લેક્સ કોમ્પ્લેક્સો, સિનેમા ઘરો, ધાર્મિક સ્થળો, કોમર્શિયલ ટાવરો, કારખાના અને લાકડાની સો મીલવાળા સહિત અનેક શાળાઓ તથા પ્રિ-સ્કુલોનું અનેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં કોઈપણ બાબતની કચાસ દેખાય તો નોટિસ તથા સીલ મારવાની કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહી હજી પણ ચાલુ જ છે. શાળાઓ અને પ્રિ-સ્કૂલોને બાળકોની સલામતી બાબતે ઘટતું કરવા પણ ચીમકી આપવામાં આવી છે. કેટલીય પ્રિ-સ્કુલો રેસીડેન્સીયલ એરિયામાં પતરાના શેડ મારીને પણ ચાલુ કરી દેવાય છે. જ્યાં બાળકોની સલામતી બાબતે કોઈ ગંભીર નોંધ લેવાતી નથી. માત્ર બાળકોની ફી લઈને કમાણીનો ધંધો કરતી આવી પ્રી-સ્કુલોના કેટલાક સંચાલકોને બાળકોની સલામતીની કોઈ ચિંતા નહીં હોવાની બાબતે ચર્ચા જાગી છે. દરમિયાન માત્ર બાળકોની ફીનો વેપલો કરતી આવી પ્રિ-સ્કૂલોના સંચાલકો સહિત તેમના સ્ટાફ દ્વારા આગામી દિવસોમાં બાળકોને ઓનલાઈન ભણાવવામાં આવશે તેવું કહેતા જ વાલીઓ ભડક્યા હતા. વાલીઓએ એક અવાજે કહ્યું હતું કે, આ કોઈ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ નથી કે જેમને પોતાના ભવિષ્ય બાબતે કાંઈ વિચારવાની સમજશક્તિ હોય. નાના ભૂલકાઓને માત્ર મોબાઇલ મળતા જ ભણવાના બદલે મોજ મસ્તી અને મોબાઈલથી રમવાનું શરૂ કરી દેશે અને ભણવાનું બાજુ પર રહી જશે. જો આવી નીતિ અખતયાર કરવામાં આવશે તો અમારા બાળકની પ્રિ-સ્કૂલ કોઈપણ ક્ષણે અમે બદલી નાખવા માટે અચકાઈશું નહીં. પ્રિ-સ્કૂલ એવી કોઈ શાળા નથી કે બાળકોને પ્રવેશ ન મળે. આમ આગામી ભવિષ્યમાં નાના ભૂલકાઓને ઓનલાઈન ભણાવવા અંગે પ્રી-સ્કૂલવાળાઓની વાતનો આપોઆપ છેદ ઉડી ગયો છે.અનેક પ્રી-સ્કૂલો રેસીડેન્સીયલ ઝોનમાં છે : બીયુ સર્ટી.બાદ સીલ અંગે વિચારણાપ્રિ-સ્કૂલોને લગાવાયેલા સીલ મુદ્દે કેટલાક સંચાલકો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. સીલ ખોલવા અને નોટિસ મુદ્દે ચર્ચા જાગી હતી પરંતુ એક ઉચ્ચ પદાધિકારીએ જણાવ્યું હતું કે, સીલ લગાવવા અને નોટિસ બાબતે કોઈ બાંધછોડ કરાશે નહીં. બાળકોની સલામતી બાબતે બીયુ સર્ટિફિકેટ લાવો અને ત્યારબાદ સીલ બાબતે વિચારણા કરાશે. જોકે બીયુ સર્ટીફીકેટ મેળવવાની વિગત એવી છે કે કોમર્શિયલ જગ્યામાં પ્રી-સ્કૂલ હોવી જોઈએ અને રોડની પહોળાઈ ઓછામાં ઓછી 9 મીટર જરૂરી હોય છે. આવી પ્રાથમિક જરૂરિયાતની બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં એવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી. જોકે મોટાભાગની પ્રી-સ્કૂલો રેસીડેન્સીયલ ઝોનમાં ચાલે છે અને પાર્કિંગની જગ્યામાં પતરાના શેડ મારીને બાળકોને બેસાડવામાં આવતું હોવાનું પણ કેટલીક પ્રી સ્કૂલની જગ્યમાં જણાયું છે.બાળકોને મોબાઈલથી દૂર રાખવાની સલાહ માત્ર કાગળ પરકોરોના કાળમાં બાળકોને ઓનલાઈન ભણાવવાની લત શાળા સંચાલકોને લાગી છે. શાળા સંચાલકો અને પ્રિ-સ્કૂલ વાળાઓને બાળકોની સલામતી કે તંદુરસ્તી બાબતે કોઈ ચિંતા નથી પરંતુ માત્ર ને માત્ર ફીની આવક જ દેખાતી હોવાના મુદ્દે વાલીઓમાં આક્રોશ જાગ્યો છે. બાળકોને મોબાઇલના વ્યસનથી દૂર કરવાની વાતો શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ નાના ભૂલકાઓને પોતાની સમજદારીનું પણ ભાન નથી તેવા ભૂલકાઓને સ્કૂલોમાં ઓનલાઇન ભણાવવાની વાત માત્રથી વાલીઓ છંછેડાયા છે.

વડોદરામાં પ્રિ-સ્કૂલના ભૂલકાઓને ઓનલાઈન ભણાવવાનું કહેતા વાલીઓમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Vadodara Pre School Education : વડોદરા શહેરની પ્રિ.સ્કૂલોમાં બાળકોની સલામતી માટે યોગ્ય પગલા નહીં લેવાયા હોવાથી કેટલાક સંચાલકો દ્વારા બાળકોને ઓનલાઇન ભણાવવાનો ઈશારો કરતાં વાલીઓ ઉશ્કેરાયા છે. અબુધ નાના બાળકો ઓનલાઇન ભણવાના બદલે મોબાઈલ ફોનથી રમવાનું અને મસ્તી કરશે. અબુધ બાળકો એટલા નાના હોય છે કે પોતાના ભવિષ્યનો પણ ખ્યાલ રહેતો નથી. આમ ઓનલાઇન ભણાવવાની વાત આવતા જ વાલીઓએ તેનો છેદ ઉડાડી દઇ પ્રિ-સ્કૂલો બદલી નાખવાની પણ ચીમકી આપી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની ગેમઝોનના અગ્નિકાંડની દુર્ઘટના બાદ સલામતીની જોગવાઈઓ અંગે સરકાર અને વહીવટી તંત્ર એક્શન બોર્ડમાં આવી ગયું છે. નાના ગામડાઓથી મોટા શહેરોમાં ફાયર એનઓસી સહિત વિવિધ મંજૂરી બાબતે સગન ચેકિંગ થયું હતું અને ઠેર-ઠેર સીલ મારવા સહિત નોટીસો પણ સંચાલકોને પાઠવવામાં આવી હતી. જેમાં મલ્ટિપ્લેક્સ કોમ્પ્લેક્સો, સિનેમા ઘરો, ધાર્મિક સ્થળો, કોમર્શિયલ ટાવરો, કારખાના અને લાકડાની સો મીલવાળા સહિત અનેક શાળાઓ તથા પ્રિ-સ્કુલોનું અનેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં કોઈપણ બાબતની કચાસ દેખાય તો નોટિસ તથા સીલ મારવાની કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહી હજી પણ ચાલુ જ છે. શાળાઓ અને પ્રિ-સ્કૂલોને બાળકોની સલામતી બાબતે ઘટતું કરવા પણ ચીમકી આપવામાં આવી છે. કેટલીય પ્રિ-સ્કુલો રેસીડેન્સીયલ એરિયામાં પતરાના શેડ મારીને પણ ચાલુ કરી દેવાય છે. જ્યાં બાળકોની સલામતી બાબતે કોઈ ગંભીર નોંધ લેવાતી નથી. માત્ર બાળકોની ફી લઈને કમાણીનો ધંધો કરતી આવી પ્રી-સ્કુલોના કેટલાક સંચાલકોને બાળકોની સલામતીની કોઈ ચિંતા નહીં હોવાની બાબતે ચર્ચા જાગી છે. 

દરમિયાન માત્ર બાળકોની ફીનો વેપલો કરતી આવી પ્રિ-સ્કૂલોના સંચાલકો સહિત તેમના સ્ટાફ દ્વારા આગામી દિવસોમાં બાળકોને ઓનલાઈન ભણાવવામાં આવશે તેવું કહેતા જ વાલીઓ ભડક્યા હતા. વાલીઓએ એક અવાજે કહ્યું હતું કે, આ કોઈ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ નથી કે જેમને પોતાના ભવિષ્ય બાબતે કાંઈ વિચારવાની સમજશક્તિ હોય. નાના ભૂલકાઓને માત્ર મોબાઇલ મળતા જ ભણવાના બદલે મોજ મસ્તી અને મોબાઈલથી રમવાનું શરૂ કરી દેશે અને ભણવાનું બાજુ પર રહી જશે. 

જો આવી નીતિ અખતયાર કરવામાં આવશે તો અમારા બાળકની પ્રિ-સ્કૂલ કોઈપણ ક્ષણે અમે બદલી નાખવા માટે અચકાઈશું નહીં. પ્રિ-સ્કૂલ એવી કોઈ શાળા નથી કે બાળકોને પ્રવેશ ન મળે. આમ આગામી ભવિષ્યમાં નાના ભૂલકાઓને ઓનલાઈન ભણાવવા અંગે પ્રી-સ્કૂલવાળાઓની વાતનો આપોઆપ છેદ ઉડી ગયો છે.

અનેક પ્રી-સ્કૂલો રેસીડેન્સીયલ ઝોનમાં છે : બીયુ સર્ટી.બાદ સીલ અંગે વિચારણા

પ્રિ-સ્કૂલોને લગાવાયેલા સીલ મુદ્દે કેટલાક સંચાલકો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. સીલ ખોલવા અને નોટિસ મુદ્દે ચર્ચા જાગી હતી પરંતુ એક ઉચ્ચ પદાધિકારીએ જણાવ્યું હતું કે, સીલ લગાવવા અને નોટિસ બાબતે કોઈ બાંધછોડ કરાશે નહીં. બાળકોની સલામતી બાબતે બીયુ સર્ટિફિકેટ લાવો અને ત્યારબાદ સીલ બાબતે વિચારણા કરાશે. જોકે બીયુ સર્ટીફીકેટ મેળવવાની વિગત એવી છે કે કોમર્શિયલ જગ્યામાં પ્રી-સ્કૂલ હોવી જોઈએ અને રોડની પહોળાઈ ઓછામાં ઓછી 9 મીટર જરૂરી હોય છે. આવી પ્રાથમિક જરૂરિયાતની બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં એવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી. જોકે મોટાભાગની પ્રી-સ્કૂલો રેસીડેન્સીયલ ઝોનમાં ચાલે છે અને પાર્કિંગની જગ્યામાં પતરાના શેડ મારીને બાળકોને બેસાડવામાં આવતું હોવાનું પણ કેટલીક પ્રી સ્કૂલની જગ્યમાં જણાયું છે.

બાળકોને મોબાઈલથી દૂર રાખવાની સલાહ માત્ર કાગળ પર

કોરોના કાળમાં બાળકોને ઓનલાઈન ભણાવવાની લત શાળા સંચાલકોને લાગી છે. શાળા સંચાલકો અને પ્રિ-સ્કૂલ વાળાઓને બાળકોની સલામતી કે તંદુરસ્તી બાબતે કોઈ ચિંતા નથી પરંતુ માત્ર ને માત્ર ફીની આવક જ દેખાતી હોવાના મુદ્દે વાલીઓમાં આક્રોશ જાગ્યો છે. બાળકોને મોબાઇલના વ્યસનથી દૂર કરવાની વાતો શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ નાના ભૂલકાઓને પોતાની સમજદારીનું પણ ભાન નથી તેવા ભૂલકાઓને સ્કૂલોમાં ઓનલાઇન ભણાવવાની વાત માત્રથી વાલીઓ છંછેડાયા છે.