વડોદરામાં ત્રણ દિવસમાં 70 સાપ અને 10 મગરનું રેસ્કયુ, 18 ટીમો મગર પકડવા તહેનાત, હેલ્પલાઈન પણ શરૂ
Vadodara Crocodile Rescue : વડોદરામાં હાલ પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન્યપ્રાણી/વન્યજીવ રેસ્કયુ માટે 18 ટીમ કાર્યરત કરાઈ છે. આ ટીમોમાં વડોદરાના સામાજીક વનીકરણ વિભાગના સ્ટાફ ઉપરાંત સ્થાનિક એન.જી.ઓ. તથા સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.વડોદરામાં વિશ્વામિત્રીમાં રહેતા મગરો પૂરના પાણીની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં તણાઈને પહોંચી ગયા છે. ઉપરાંત સાપ અને કાચબા પણ રહેણાંક વિસ્તારોમાં દેખાઈ રહ્યાં છે.છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાંથી 70થી વધુ સાપ અને 10 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ હાલમાં જ કારેલીબાગમાંથી 15 ફૂટના મગરનું પણ વન વિભાગની રેસ્કયુ ટીમ અને એન.જી.ઓ. સાથે રહી રેસ્કયુ કરવામાં આવ્યું છે. આ પણ વાંચો : વડોદરામાં વિશ્વામિત્રીના પૂર ઓસર્યા પણ મગરોનું સામ્રાજ્ય યથાવત, 15 ફૂટના સૌથી મહાકાય મગર સાથે ત્રણ મગરોનું રેસ્ક્યુસામાજીક વનીકરણ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષકે જાહેર જનતાને અપીલ કરી છે કે, જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યાં જો વન્યપ્રાણી/વન્યજીવ દેખાય તો તાત્કાલિક ઈમરજન્સી નંબર 9429558883 અથવા 9429558886 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ સાથે જ તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન નંબર 9773403826 પર પણ સંપર્ક કરવા જણાવાયું છે. ઉક્ત નંબર પર સંપર્ક થયેથી સત્વરે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ તેઓ દ્વારા વધુમાં જણાવાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Crocodile Rescue : વડોદરામાં હાલ પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વન્યપ્રાણી/વન્યજીવ રેસ્કયુ માટે 18 ટીમ કાર્યરત કરાઈ છે. આ ટીમોમાં વડોદરાના સામાજીક વનીકરણ વિભાગના સ્ટાફ ઉપરાંત સ્થાનિક એન.જી.ઓ. તથા સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.
વડોદરામાં વિશ્વામિત્રીમાં રહેતા મગરો પૂરના પાણીની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં તણાઈને પહોંચી ગયા છે. ઉપરાંત સાપ અને કાચબા પણ રહેણાંક વિસ્તારોમાં દેખાઈ રહ્યાં છે.
છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાંથી 70થી વધુ સાપ અને 10 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ હાલમાં જ કારેલીબાગમાંથી 15 ફૂટના મગરનું પણ વન વિભાગની રેસ્કયુ ટીમ અને એન.જી.ઓ. સાથે રહી રેસ્કયુ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વડોદરામાં વિશ્વામિત્રીના પૂર ઓસર્યા પણ મગરોનું સામ્રાજ્ય યથાવત, 15 ફૂટના સૌથી મહાકાય મગર સાથે ત્રણ મગરોનું રેસ્ક્યુ
સામાજીક વનીકરણ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષકે જાહેર જનતાને અપીલ કરી છે કે, જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યાં જો વન્યપ્રાણી/વન્યજીવ દેખાય તો તાત્કાલિક ઈમરજન્સી નંબર 9429558883 અથવા 9429558886 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ સાથે જ તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન નંબર 9773403826 પર પણ સંપર્ક કરવા જણાવાયું છે. ઉક્ત નંબર પર સંપર્ક થયેથી સત્વરે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ તેઓ દ્વારા વધુમાં જણાવાયું છે.