વડોદરાની જૂની કલેકટર કચેરીમાં ભયજનક બિલ્ડીંગ હોવા છતાં ઇ-કેવાયસી લિંક અપ માટે વહેલી સવારથી ભારે ભીડ

Vadodara Collector Office : વડોદરા શહેરની મધ્યમાં આવેલ જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'ભયજનક બિલ્ડીંગ, પ્રવેશ નિષેધ'નું બોર્ડ લટકતું હોવા છતાં આ બિલ્ડિંગમાં રેશનકાર્ડનું આધારકાર્ડ સાથે ઇ-કેવાયસી લિંક અપ કરાવવાની કામગીરી માટે રોજિંદા હજારો લોકો જીવના જોખમે વહેલી સવારથી લાઈન લગાવીને ઉભા રહે છે. ક્યારે ટોકન અપાય છે અને કેટલા વાગે કામગીરી શરૂ થશે? એ બાબતે અજાણ લોકો જ્યાં ત્યાં ભટક્યા કરે છે. છતાં પણ તેમને યોગ્ય માર્ગદર્શન અંગે કોઈ સગવડ નહીં મળતા આક્રોશિત હેરાન પરેશાન થાય છે. જો આ કામગીરી સ્થાનિક કક્ષાએ સરકારી શાળાઓને સોંપી દેવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવે તો આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવી શકે તેમ હોવા છતાં પણ હેરાનગતિ કેમ વધે એ અંગે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાવપુરા સ્થિત કોઠી કચેરી ખાતેની જૂની જિલ્લા કલેકટર કચેરી પાસે વહેલી સવારથી રેશનકાર્ડ નું આધાર કાર્ડ સાથે એ કેવાયસી લિંક અપની કામગીરી કરવામાં આવે છે.

વડોદરાની જૂની કલેકટર કચેરીમાં ભયજનક બિલ્ડીંગ હોવા છતાં ઇ-કેવાયસી લિંક અપ માટે વહેલી સવારથી ભારે ભીડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Collector Office : વડોદરા શહેરની મધ્યમાં આવેલ જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'ભયજનક બિલ્ડીંગ, પ્રવેશ નિષેધ'નું બોર્ડ લટકતું હોવા છતાં આ બિલ્ડિંગમાં રેશનકાર્ડનું આધારકાર્ડ સાથે ઇ-કેવાયસી લિંક અપ કરાવવાની કામગીરી માટે રોજિંદા હજારો લોકો જીવના જોખમે વહેલી સવારથી લાઈન લગાવીને ઉભા રહે છે. ક્યારે ટોકન અપાય છે અને કેટલા વાગે કામગીરી શરૂ થશે? એ બાબતે અજાણ લોકો જ્યાં ત્યાં ભટક્યા કરે છે. છતાં પણ તેમને યોગ્ય માર્ગદર્શન અંગે કોઈ સગવડ નહીં મળતા આક્રોશિત હેરાન પરેશાન થાય છે. જો આ કામગીરી સ્થાનિક કક્ષાએ સરકારી શાળાઓને સોંપી દેવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવે તો આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવી શકે તેમ હોવા છતાં પણ હેરાનગતિ કેમ વધે એ અંગે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, રાવપુરા સ્થિત કોઠી કચેરી ખાતેની જૂની જિલ્લા કલેકટર કચેરી પાસે વહેલી સવારથી રેશનકાર્ડ નું આધાર કાર્ડ સાથે એ કેવાયસી લિંક અપની કામગીરી કરવામાં આવે છે.