વડોદરાના પરશુરામ ભઠ્ઠામાં પાલિકાની ઢોર પાર્ટી અને ગૌપાલક વચ્ચે ઘર્ષણ
image : FreepikVadodara Cattle Party : વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તાર ખાતેના રબારીવાસમાં આજે વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રસ્તે રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. ઢોર પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે પરશુરામ ભઠ્ઠામાં આવેલ રબારીવાસમાં પહોંચતાં ગૌ-પાલક અને ઢોર પાર્ટી અધિકારી વચ્ચે ચકમક ઝરી હતી.એક પશુપાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમના દ્વારા ગાયને ઘરની બહાર જ બાંધવામાં આવી હતી અને ઢોર પાર્ટીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બાંધેલી ગાયને છોડીને અડધો કિલોમીટર ધસેડીને ડબ્બામાં પુરવામાં આવી હતી. આ બનાવ બાદ ગૌ-પાલકો રોષે ભરાયા હતા. ગૌ-પાલકો અને મહાનગર પાલિકાના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોકે મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસે મામલો થાળે પડ્યો હતો.કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ગૌપાલક દ્વારા તેમને કાર્યવાહી બાબતે અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગૌ-પાલક દ્વારા કરવામાં આવેલ આક્ષેપો પર જણાવ્યું હતું કે, તેમને આ વિસ્તારની જવાબદારી તંત્ર દ્વારા સોંપવામાં આવી છે. જેથી તેમના દ્વારા આ વિસ્તારમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image : Freepik
Vadodara Cattle Party : વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તાર ખાતેના રબારીવાસમાં આજે વડોદરા મહાનગર પાલિકાની ઢોર પાર્ટી દ્વારા રસ્તે રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. ઢોર પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે પરશુરામ ભઠ્ઠામાં આવેલ રબારીવાસમાં પહોંચતાં ગૌ-પાલક અને ઢોર પાર્ટી અધિકારી વચ્ચે ચકમક ઝરી હતી.
એક પશુપાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમના દ્વારા ગાયને ઘરની બહાર જ બાંધવામાં આવી હતી અને ઢોર પાર્ટીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બાંધેલી ગાયને છોડીને અડધો કિલોમીટર ધસેડીને ડબ્બામાં પુરવામાં આવી હતી. આ બનાવ બાદ ગૌ-પાલકો રોષે ભરાયા હતા. ગૌ-પાલકો અને મહાનગર પાલિકાના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોકે મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસે મામલો થાળે પડ્યો હતો.
કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ગૌપાલક દ્વારા તેમને કાર્યવાહી બાબતે અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગૌ-પાલક દ્વારા કરવામાં આવેલ આક્ષેપો પર જણાવ્યું હતું કે, તેમને આ વિસ્તારની જવાબદારી તંત્ર દ્વારા સોંપવામાં આવી છે. જેથી તેમના દ્વારા આ વિસ્તારમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવે છે.