લિકર પરમિટમાં કટકીઃ ૨૫૭ ખોટી રસીદો આપી રૃ. ૫૦ લાખનું કૌભાંડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, રવિવાર
એક તરફ સરકાર દ્વારા ગુજરાતમાં દારુબંધીના દાવા કરવામાં આવે છે.તો બીજીતરફ માલેતુજારોને હેલ્થના બહાને દારુની પરમિટ આપવામાં આવી રહી છે. તેમાંયે સિવિલ હોસ્પિટલ દ્વારા કોઇ ધારા ધોરણ વગર આડેધડ દારુની પરમિટ આપવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. સિવિલના કર્મચારીઓ દ્વારા લિકર પરમિટની ખોટી ૨૫૭ રસીદો આપી હતી અને ૫૦ લાખનું કૌભાડ આચર્યું હોવાનું ત્રણ આરોપીની ધરપકડ બાદ બહાર આવ્યું છે. પોલીસ અને સિવિલની તંત્રની તપાસમાં બહાર આવતા પૈસા ફેંકો તમશા દેખો જેવા ઘાટ ઘડાયો છેે. આ કેસની તટસસ્થ તપાસ થાય તો સિવિલ હોસ્પિટલના આ કૌભાંડમાં અધિકારીઓ અને ડોક્ટરો રેલો આવે તેમ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

