રૃપાવટીમાં 7 શખ્સોએ યુવાનને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ

- સાત શખ્સો દ્વારા યુવાનને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા યુવાનની પત્નિએ ફીનાઇલ ગટગટાવ્યુંસુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના રૃપાવટી ગામે રહેતા દિપકભાઇ દેવુભાઇ મારૃણીયાને ગામના જ અમુક શખ્સો પરેશાન કરતા હતા અને રૃપાવટી ગામમાં આવેલ દુકાને ઉભા હતાં તે દરમિયાન રાજેશભાઇ પિતાંબરભાઇ ચાવડા, પ્રવિણભાઇ પિતાંબરભાઇ ચાવડા, ચેતનભાઇ પ્રવિણભાઇ ચાવડા અને દશરથભાઇ પ્રવિણભાઇ ચાવડા દિપકભાઇને ગાળો દેવા લાગ્યા હતાં આથી આ અંગે દિપકભાઇના પત્નિને જાણ થતાં તેઓ ત્યાં દોડી ગયાં હતાં અને દિપકભાઇને સમજાવી ઘેર લઇ ગયાં હતાં  અને આ તમામ  શખ્સો દ્વારા અવારનવાર ખોટા એટ્રોસિટીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા દિપકભાઇની પત્નિ જનકબેનને લાગી આવતા તેમણે ફીનાઇલ પી લેતા સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે લઇ જવામાં આવ્યા હતાં આ બનાવ અંગે જનકબેને યુવરાજસિંહ સુખુભા ઝાલા, ગીરીરાજસિંહ ઉર્ફે મજબુતસિંહ સુખુભા ઝાલા, સુખુભા મનુભા ઝાલા, રાજેશભાઇ પિતાંબરભાઇ ચાવડા, પ્રવિણભાઇ પિતાંબરભાઇ ચાવડા, ચેતનભાઇ પ્રવિણભાઇ ચાવડા અને દશરથભાઇ પ્રવિણભાઇ ચાવડા વિરૃધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રૃપાવટીમાં 7 શખ્સોએ યુવાનને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સાત શખ્સો દ્વારા યુવાનને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા યુવાનની પત્નિએ ફીનાઇલ ગટગટાવ્યું

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના રૃપાવટી ગામે રહેતા દિપકભાઇ દેવુભાઇ મારૃણીયાને ગામના જ અમુક શખ્સો પરેશાન કરતા હતા અને રૃપાવટી ગામમાં આવેલ દુકાને ઉભા હતાં તે દરમિયાન રાજેશભાઇ પિતાંબરભાઇ ચાવડા, પ્રવિણભાઇ પિતાંબરભાઇ ચાવડા, ચેતનભાઇ પ્રવિણભાઇ ચાવડા અને દશરથભાઇ પ્રવિણભાઇ ચાવડા દિપકભાઇને ગાળો દેવા લાગ્યા હતાં આથી આ અંગે દિપકભાઇના પત્નિને જાણ થતાં તેઓ ત્યાં દોડી ગયાં હતાં અને દિપકભાઇને સમજાવી ઘેર લઇ ગયાં હતાં  અને આ તમામ  શખ્સો દ્વારા અવારનવાર ખોટા એટ્રોસિટીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા દિપકભાઇની પત્નિ જનકબેનને લાગી આવતા તેમણે ફીનાઇલ પી લેતા સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે લઇ જવામાં આવ્યા હતાં આ બનાવ અંગે જનકબેને યુવરાજસિંહ સુખુભા ઝાલા, ગીરીરાજસિંહ ઉર્ફે મજબુતસિંહ સુખુભા ઝાલા, સુખુભા મનુભા ઝાલા, રાજેશભાઇ પિતાંબરભાઇ ચાવડા, પ્રવિણભાઇ પિતાંબરભાઇ ચાવડા, ચેતનભાઇ પ્રવિણભાઇ ચાવડા અને દશરથભાઇ પ્રવિણભાઇ ચાવડા વિરૃધ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.