રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને મળી મંજૂરી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે PMનો માન્યો આભાર
ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે.ભારતના ખેડૂતો કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં દેશવ્યાપી બનાવવા બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પહેલ ભારતના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે. આ મહત્ત્વના નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનતાં તેમણે કહ્યું કે, આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશીભર્યા નેતૃત્વને કારણે જ શક્ય બની છે. પ્રાકૃતિક ખેતીને મળશે પ્રોત્સાહન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હસ્તક રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન (NMNF)ને સ્વતંત્ર કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવામાં આવશે. રૂપિયા 2,481 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું આ નિર્ણય અનુસાર પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં અમલી કરવા માટે કુલ રૂપિયા 2,481 કરોડનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેમાંથી રૂપિયા 1,584 કરોડ કેન્દ્ર સરકાર અને રૂપિયા 897 કરોડ રાજ્ય સરકારો દ્વારા ખર્ચ કરવામાં આવશે. આ મિશન અંતર્ગત 10,000 જૈવિક-ઈનપુટ રિસોર્સ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવશે, જેથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ થઈ શકે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ વિશ્વવિદ્યાલયો અને ખેડુતોના ખેતરોમાં પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ વિકસાવવામાં આવશે. આ મિશન ખેડૂતોના જીવનધોરણમાં સુધારો લાવશે મિશનના લાભોની વાત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનથી સૌને આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થશે. ખેડૂતોનો ખેતી ખર્ચ અને બહારના ઈનપુટ પરની નિર્ભરતા ઘટશે. જમીનના આરોગ્ય અને જૈવ વૈવિધ્યમાં પણ સુધારો થશે. આ યોજનાથી સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનો ફેલાવો થશે, ગ્રામ પંચાયતોના 15,000 ક્લસ્ટર્સ મારફતે 1 કરોડ ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી પહોંચશે અને દેશના 7.5 લાખ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કાર્યાન્વિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં રાજ્યપાલે જણાવ્યું કે, આ મિશન ખેડૂતોના જીવનધોરણમાં સુધારો લાવશે, જૈવવૈવિધ્યની રક્ષા કરશે અને કૃષિ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું સાબિત થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે.
ભારતના ખેડૂતો કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં દેશવ્યાપી બનાવવા બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પહેલ ભારતના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે. આ મહત્ત્વના નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનતાં તેમણે કહ્યું કે, આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશીભર્યા નેતૃત્વને કારણે જ શક્ય બની છે.
પ્રાકૃતિક ખેતીને મળશે પ્રોત્સાહન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હસ્તક રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન (NMNF)ને સ્વતંત્ર કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવામાં આવશે.
રૂપિયા 2,481 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું
આ નિર્ણય અનુસાર પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં અમલી કરવા માટે કુલ રૂપિયા 2,481 કરોડનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેમાંથી રૂપિયા 1,584 કરોડ કેન્દ્ર સરકાર અને રૂપિયા 897 કરોડ રાજ્ય સરકારો દ્વારા ખર્ચ કરવામાં આવશે. આ મિશન અંતર્ગત 10,000 જૈવિક-ઈનપુટ રિસોર્સ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવશે, જેથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ થઈ શકે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ વિશ્વવિદ્યાલયો અને ખેડુતોના ખેતરોમાં પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ વિકસાવવામાં આવશે.
આ મિશન ખેડૂતોના જીવનધોરણમાં સુધારો લાવશે
મિશનના લાભોની વાત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનથી સૌને આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થશે. ખેડૂતોનો ખેતી ખર્ચ અને બહારના ઈનપુટ પરની નિર્ભરતા ઘટશે. જમીનના આરોગ્ય અને જૈવ વૈવિધ્યમાં પણ સુધારો થશે. આ યોજનાથી સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનો ફેલાવો થશે, ગ્રામ પંચાયતોના 15,000 ક્લસ્ટર્સ મારફતે 1 કરોડ ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી પહોંચશે અને દેશના 7.5 લાખ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કાર્યાન્વિત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં રાજ્યપાલે જણાવ્યું કે, આ મિશન ખેડૂતોના જીવનધોરણમાં સુધારો લાવશે, જૈવવૈવિધ્યની રક્ષા કરશે અને કૃષિ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું સાબિત થશે.