રાજ્યના 43 વેપારીઓ પર SGSTના દરોડા, 6 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ

Dec 15, 2024 - 00:00
રાજ્યના 43 વેપારીઓ પર SGSTના દરોડા, 6 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના 43 વેપારીઓ પર SGSTના દરોડા પાડવામાં આવ્યા છે. વેડીંગ ગારમેન્ટસના 43 વેપારીઓ પર SGSTના દરોડા પડ્યા છે. વસ્ત્રો ભાડે આપવાના વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અંદાજીત 6.70 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે.

9 શહેરોના વેપારીઓને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું

રાજ્યના 9 શહેરોના વેપારીઓના ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. બિનહિસાબી વેચાણની ગેરરીતિ પકડાઈ છે. વેરાની ઓછી જવાબદારી દર્શાવવાની ગેરરીતિ પકડાઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, મહેસાણા, આણંદ, નડિયાદ અને અમરેલીમાં દરોડા પાડવામાં આવ્યા છે.

4 દિવસ પહેલા જ અમદાવાદમાં 11 વેપારી પર SGSTના દરોડા પાડવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે 4 દિવસ પહેલા 10 ડિસેમ્બર જ સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા અમદાવાદમાં આર્ટિફિશિયલ ફ્લાવર તથા અન્ય ડેકોરેશનની ચીજવસ્તુઓના 11 વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડામાં રૂપિયા 2.5 કરોડની કરચોરી પકડાઈ હતી અને રૂપિયા 3.50 કરોડની જવાબદારી શોધી કાઢવામાં આવી હતી. SGST વિભાગ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોની ચકાસણી બાદ કરચોરીની રકમ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

રૂપિયા 2.50 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી

આર્ટિફિશિયલ ફ્લાવર અને ડેકોરેશનની વસ્તુઓના કેટલાંક વેપારીઓ દ્વારા બિલ વગર વેચાણ કરીને કરચોરી કરનારાઓ અંગે મળેલી બાતમીના આધારે SGST વિભાગ દ્વારા તારીખ 5 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં 11 સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન મળી આવેલા દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરવામાં આવ્યા પછી રૂપિયા 2 કરોડ 50 લાખની કરચોરી શોધી કાઢવામાં આવી હતી. આ વેપારીઓના રૂપિયા 3 કરોડ 50 લાખના શંકાસ્પદ વ્યવહારો અંગેના હિસાબો, દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0