રાજ્યના ઈન્ટર્ન, રેસિડેન્ટ તબીબો માટે મહત્વનો નિર્ણય, સ્ટાઈપેન્ડમાં કરાયો વધારો
મેડિકલ, ડેન્ટલના ઇન્ટર્ન, ફિઝિયોથેરાપીના ઇન્ટર્ન, હોમિયોપેથી ઇન્ટર્ન, રેસીડેન્સ તબીબોને મળશે લાભઆયુર્વેદિક ઇન્ટર્ન, રેસીડેન્સ તબીબોને મળશે લાભ સ્ટાઈપેન્ડ દરમાં વધારો 01 એપ્રિલ 2024ની અસરથી અમલમાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટસ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઈન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે. સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઈપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે રાજ્યની સરકારી મેડિકલ કૉલેજના મેડીકલ, ડેન્ટલ, ફિઝીયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઈન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઈપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે. આ વધારા મુજબ સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઈન્ટર્ન્સને રૂપિયા 21,840, ડેન્ટલમાં રૂપિયા 20,160, ફિઝીયોથેરાપીમાં રૂપિયા 13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂપિયા 15,120 સ્ટાઈપેન્ડ મળશે. ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂપિયા 35,280 ચૂકવવામાં આવશે ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂપિયા 1,00,800, બીજા વર્ષમાં રૂપિયા 1,02,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસીડન્ટ) અને ક્લીનીકલ આસિસટન્ટને રૂપિયા 1,10,880નો લાભ મળશે. સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડેન્ટ્સ ડોક્ટરોને પહેલા વર્ષમાં રૂપિયા 1,20,960, બીજા વર્ષમાં રૂપિયા 1 લાખ 26 હજાર અને ત્રીજા વર્ષમાં રૂપિયા 1,34,400 ચૂકવાશે, ત્યારે ડેન્ટલ રેસીડન્ટ(ડિગ્રી)માં પહેલા વર્ષમાં રૂપિયા 78,960, બીજા વર્ષમાં રૂપિયા 81,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 83,496 ચૂકવાશે તો ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂપિયા 35,280 અને બીજા વર્ષમાં 43,680 રૂપિયા ચૂકવવામાં આવશે. મેડિકલ રેસીડન્ટ(ડિપ્લોમાં)ને પ્રથમ વર્ષમાં રૂપિયા 75,600 અને બીજા વર્ષમાં રૂપિયા 82,320 સ્ટાઈપેન્ડ ચૂકવાશે. આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂપિયા 50,400, બીજા વર્ષમાં રૂપિયા 53,760 અને ત્રીજા વર્ષમાં રૂપિયા 57,120 ચૂકવવામાં આવશે. આ ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કૉલેજના ગ્રેજ્યુએટ અભ્યાસક્રમના ઈન્ટર્ન્સને રૂપિયા 21,840, જુનીયર રેસીડન્ટ્સ ડોક્ટરને રૂપિયા 1,00,800 અને સિનિયર રેસીડન્ટ્સ ને રૂપિયા 1,10,880 ચૂકવવામાં આવશે. 1 એપ્રિલ 2024થી અમલમાં આવશે આ હુકમ GMERS સંચાલિત મેડિકલ કૉલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂપિયા 1,00,800, બીજા વર્ષમાં રૂપિયા 1,02,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 1,05,000 ચોથા વર્ષમાં (સિનિયર રેસીડન્ટ અને ક્લીનીકલ આસિસટન્ટ)ને રૂપિયા 1,10,880 સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઈપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મેડિકલ, ડેન્ટલના ઇન્ટર્ન, ફિઝિયોથેરાપીના ઇન્ટર્ન, હોમિયોપેથી ઇન્ટર્ન, રેસીડેન્સ તબીબોને મળશે લાભ
- આયુર્વેદિક ઇન્ટર્ન, રેસીડેન્સ તબીબોને મળશે લાભ
- સ્ટાઈપેન્ડ દરમાં વધારો 01 એપ્રિલ 2024ની અસરથી અમલમાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટસ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઈન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે.
સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઈપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે
રાજ્યની સરકારી મેડિકલ કૉલેજના મેડીકલ, ડેન્ટલ, ફિઝીયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઈન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઈપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે. આ વધારા મુજબ સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઈન્ટર્ન્સને રૂપિયા 21,840, ડેન્ટલમાં રૂપિયા 20,160, ફિઝીયોથેરાપીમાં રૂપિયા 13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂપિયા 15,120 સ્ટાઈપેન્ડ મળશે.
ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂપિયા 35,280 ચૂકવવામાં આવશે
ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂપિયા 1,00,800, બીજા વર્ષમાં રૂપિયા 1,02,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસીડન્ટ) અને ક્લીનીકલ આસિસટન્ટને રૂપિયા 1,10,880નો લાભ મળશે. સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડેન્ટ્સ ડોક્ટરોને પહેલા વર્ષમાં રૂપિયા 1,20,960, બીજા વર્ષમાં રૂપિયા 1 લાખ 26 હજાર અને ત્રીજા વર્ષમાં રૂપિયા 1,34,400 ચૂકવાશે, ત્યારે ડેન્ટલ રેસીડન્ટ(ડિગ્રી)માં પહેલા વર્ષમાં રૂપિયા 78,960, બીજા વર્ષમાં રૂપિયા 81,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 83,496 ચૂકવાશે તો ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂપિયા 35,280 અને બીજા વર્ષમાં 43,680 રૂપિયા ચૂકવવામાં આવશે.
મેડિકલ રેસીડન્ટ(ડિપ્લોમાં)ને પ્રથમ વર્ષમાં રૂપિયા 75,600 અને બીજા વર્ષમાં રૂપિયા 82,320 સ્ટાઈપેન્ડ ચૂકવાશે. આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂપિયા 50,400, બીજા વર્ષમાં રૂપિયા 53,760 અને ત્રીજા વર્ષમાં રૂપિયા 57,120 ચૂકવવામાં આવશે. આ ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કૉલેજના ગ્રેજ્યુએટ અભ્યાસક્રમના ઈન્ટર્ન્સને રૂપિયા 21,840, જુનીયર રેસીડન્ટ્સ ડોક્ટરને રૂપિયા 1,00,800 અને સિનિયર રેસીડન્ટ્સ ને રૂપિયા 1,10,880 ચૂકવવામાં આવશે.
1 એપ્રિલ 2024થી અમલમાં આવશે આ હુકમ
GMERS સંચાલિત મેડિકલ કૉલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂપિયા 1,00,800, બીજા વર્ષમાં રૂપિયા 1,02,480, ત્રીજા વર્ષમાં રૂપિયા 1,05,000 ચોથા વર્ષમાં (સિનિયર રેસીડન્ટ અને ક્લીનીકલ આસિસટન્ટ)ને રૂપિયા 1,10,880 સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઈપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.