રાજુલામાં ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર 3 આરોપીઓ ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ટ્રકમાંથી બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. પોલીસે ચોરી થયેલી 12 બેટરીઓ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બલેનો કાર મળી કુલ રૂ.3,78,040નો મુદ્દામાલ કબજે કર્યો છે.
તા.13/06/2026ની રાત્રિથી તા.14/06/2026ની સવાર દરમિયાન રાજુલાના હીડોરણા ગામ નજીક હાઇવે પર પાર્ક કરાયેલા ટ્રકોમાંથી તેમજ રાજુલા ટાઉન વિસ્તારમાંથી વાહનોની કુલ 12 બેટરીઓની ચોરી થઈ હતી. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.પકડાયેલા આરોપીઓમાં અખ્તર અબ્દુલકાદરભાઈ જીરૂકા,અરમાન સુલેમાનભાઈ ડેલા, જુબેરભાઈ સિકંદરભાઈ જીરૂકાનો સમાવેશ થાય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

