રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ જામનગરમાં મેળો યોજવા માટે SBC રિપોર્ટ મેળવવાનો રાજ્યમાં પ્રથમ કિસ્સો

Jamnagar Melo : રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં મેળાઓ યોજવા માટે જુદી જુદી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને તે ગાઇડલાઇનને અનુરૂપ મેળા યોજવા માટેના રાજ્ય સરકારના આદેશ બાદ ખાસ કરીને મશીન મનોરંજનની રાઈડ લગાવવા માટેનો સોઈલ બેરિંગ કેપેસિટી (એસ.બી.સી.) રિપોર્ટ મેળવવો અત્યંત જરૂરી હોવાથી સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત જામનગરમાં આ પ્રકારે ની કાર્યવાહી કરવામાં આવી છે. 20 ફૂટ ઊંડો બોર કરી માટીના સેમ્પલો લેવાયાઅહીં પ્રદર્શન ગ્રાઉન્ડની મધ્યમાં 20 ફૂટ ઊંડો બોર કરીને સમયાંતરે તેની માટીના સેમ્પલો લઈને તજજ્ઞ આર્કિટેકટ પાસે તેનું પરીક્ષણ કરાવી રિપોર્ટ મેળવ્યા બાદ જ મશીનમાં મનોરંજનની રાઈડ લગાવવાની પ્રક્રિયા હાથ ધરાવામાં આવી છે અને સરકારની નવી ગાઈડલાઈન ને અનુરૂપ કાર્યવાહી ચાલી રહી છે.રાઈડ ચાલુ કરવા આ રિપોર્ટ મેળવવો ફરજીયાતરાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ મેળાઓ યોજવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે અને અનેક નિયમો બદલાયા છે, જેમાં ખાસ કરીને મશીન મનોરંજનની રાઈડ ચાલુ કરવા માટે સિવિલ તેમજ મિકેનિકલ સ્ટ્રક્ચર અંગેના ચાર્ટર સિવિલ એન્જિનિયરના સર્વે રિપોર્ટ મેળવ્યા બાદ રાઈડ ચાલુ કરવા માટેનો નિયમ રખાયેલો છે, જેમાં એક વધારાનો નિયમ ઉમેરવામાં આવ્યો છે.મેળાના સંચાલકો દ્વારા સોઇલ રિપોર્ટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઈઆ નિયમ મુજબ સોઈલ બેરિંગ કેપેસિટીનો સોઇલ રિપોર્ટ પણ મેળવવાની પ્રક્રિયાઓ આ વખતથી શરૂ કરવામાં આવી છે. જેની અમલવારીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં આયોજિત શ્રાવણી મેળાના મેળા સંચાલકો દ્વારા રાઈડ લગાવવા માટેના જરૂરી એવા રિપોર્ટ મેળવવાની રાજ્યમાં સૌપ્રથમ વખત પ્રક્રિયા કરવામાં આવી છે.માટીના છ સેમ્પલો લઈ લેબોરેટરીમાં કરાયું પરીક્ષણપ્રદર્શન મેદાનની મધ્યમાં જમીનમાં 20 ફૂટનો બોર કરવામાં આવ્યો છે અને તે દર દોઢ મીટરે માટીના સેમ્પલ એકત્ર કરીને જુદા જુદા છ જેટલા સેમ્પલો લેવાયા છે, જે સેમ્પલો લીધા બાદ જામનગરના સિવિલ અને મિકેનિકલ ચાર્ટર એન્જિનિયર તેજશ ઝાલા દ્વારા સંચાલિત લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેના રિપોર્ટ આવ્યા બાદ મશીન મશીન મનોરંજનની રાઈડ લગાવવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.

રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ જામનગરમાં મેળો યોજવા માટે SBC રિપોર્ટ મેળવવાનો રાજ્યમાં પ્રથમ કિસ્સો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Melo : રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં મેળાઓ યોજવા માટે જુદી જુદી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને તે ગાઇડલાઇનને અનુરૂપ મેળા યોજવા માટેના રાજ્ય સરકારના આદેશ બાદ ખાસ કરીને મશીન મનોરંજનની રાઈડ લગાવવા માટેનો સોઈલ બેરિંગ કેપેસિટી (એસ.બી.સી.) રિપોર્ટ મેળવવો અત્યંત જરૂરી હોવાથી સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત જામનગરમાં આ પ્રકારે ની કાર્યવાહી કરવામાં આવી છે. 

20 ફૂટ ઊંડો બોર કરી માટીના સેમ્પલો લેવાયા

અહીં પ્રદર્શન ગ્રાઉન્ડની મધ્યમાં 20 ફૂટ ઊંડો બોર કરીને સમયાંતરે તેની માટીના સેમ્પલો લઈને તજજ્ઞ આર્કિટેકટ પાસે તેનું પરીક્ષણ કરાવી રિપોર્ટ મેળવ્યા બાદ જ મશીનમાં મનોરંજનની રાઈડ લગાવવાની પ્રક્રિયા હાથ ધરાવામાં આવી છે અને સરકારની નવી ગાઈડલાઈન ને અનુરૂપ કાર્યવાહી ચાલી રહી છે.


રાઈડ ચાલુ કરવા આ રિપોર્ટ મેળવવો ફરજીયાત

રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ મેળાઓ યોજવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે અને અનેક નિયમો બદલાયા છે, જેમાં ખાસ કરીને મશીન મનોરંજનની રાઈડ ચાલુ કરવા માટે સિવિલ તેમજ મિકેનિકલ સ્ટ્રક્ચર અંગેના ચાર્ટર સિવિલ એન્જિનિયરના સર્વે રિપોર્ટ મેળવ્યા બાદ રાઈડ ચાલુ કરવા માટેનો નિયમ રખાયેલો છે, જેમાં એક વધારાનો નિયમ ઉમેરવામાં આવ્યો છે.


મેળાના સંચાલકો દ્વારા સોઇલ રિપોર્ટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ

આ નિયમ મુજબ સોઈલ બેરિંગ કેપેસિટીનો સોઇલ રિપોર્ટ પણ મેળવવાની પ્રક્રિયાઓ આ વખતથી શરૂ કરવામાં આવી છે. જેની અમલવારીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં આયોજિત શ્રાવણી મેળાના મેળા સંચાલકો દ્વારા રાઈડ લગાવવા માટેના જરૂરી એવા રિપોર્ટ મેળવવાની રાજ્યમાં સૌપ્રથમ વખત પ્રક્રિયા કરવામાં આવી છે.

માટીના છ સેમ્પલો લઈ લેબોરેટરીમાં કરાયું પરીક્ષણ

પ્રદર્શન મેદાનની મધ્યમાં જમીનમાં 20 ફૂટનો બોર કરવામાં આવ્યો છે અને તે દર દોઢ મીટરે માટીના સેમ્પલ એકત્ર કરીને જુદા જુદા છ જેટલા સેમ્પલો લેવાયા છે, જે સેમ્પલો લીધા બાદ જામનગરના સિવિલ અને મિકેનિકલ ચાર્ટર એન્જિનિયર તેજશ ઝાલા દ્વારા સંચાલિત લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેના રિપોર્ટ આવ્યા બાદ મશીન મશીન મનોરંજનની રાઈડ લગાવવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.