રાજકોટમાં વકર્યો મચ્છરજન્ય રોગચાળા, શરદી – ઉધરસ સહિતના કેસમાં સતત વધારો
રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઋતુજન્ય રોગચાળો ફેલાયો છે. વાયરલ ફિવર સહિત શરદી ઉધરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છો. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળાનાં કેસમાં સતત વધી રહ્યાં છે. રાજકોટમાં રોગચાળો વકર્યો રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ બાદ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં એક જ દિવસમાં ડેન્ગ્યુ અને મલેરિયાના 28 કેસ નોંધાયા છે. જોકે ચિકનગુનિયાનો કોઈ કેસ નથી, પરંતુ શરદી-ઉધરસ તેમજ તાવના 1,006 ઉપરાંત ઝાડા-ઉલટીના વધુ 183 સહિત કુલ 1217 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે. રોગચાળા સામે સાવચેત રહેવા સૂચનામિશ્ર ઋતુની અસરને કારણે વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસમાં અચાનક વધારો થયો છે. મચ્છરના ઉપદ્રવ સામે પાલિકાની કામગીરી ચાલી રહી છે તે સિવાય મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે પોરાનાશક અને ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને પણ સાવચેતી રાખી બહારનો ખોરાક ન લેવા અને મચ્છરનો ઉપદ્રવ રોકવાના પગલામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઋતુજન્ય રોગચાળો ફેલાયો છે. વાયરલ ફિવર સહિત શરદી ઉધરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છો. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળાનાં કેસમાં સતત વધી રહ્યાં છે.
રાજકોટમાં રોગચાળો વકર્યો
રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ બાદ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં એક જ દિવસમાં ડેન્ગ્યુ અને મલેરિયાના 28 કેસ નોંધાયા છે. જોકે ચિકનગુનિયાનો કોઈ કેસ નથી, પરંતુ શરદી-ઉધરસ તેમજ તાવના 1,006 ઉપરાંત ઝાડા-ઉલટીના વધુ 183 સહિત કુલ 1217 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે.
રોગચાળા સામે સાવચેત રહેવા સૂચના
મિશ્ર ઋતુની અસરને કારણે વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસમાં અચાનક વધારો થયો છે. મચ્છરના ઉપદ્રવ સામે પાલિકાની કામગીરી ચાલી રહી છે તે સિવાય મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે પોરાનાશક અને ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને પણ સાવચેતી રાખી બહારનો ખોરાક ન લેવા અને મચ્છરનો ઉપદ્રવ રોકવાના પગલામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.