મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા

May 10, 2026 - 07:00
મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અમેરિકા- ઈરાન વચ્ચે યુધ્ધવિરામનો ભંગ, ભારતીયો શિકાર બન્યા : ભારત વિશ્વગુરૂ બનવા તરફ જઈ રહ્યું હોય, તો દરિયાની મધ્યમાં તેના નાગરિકો અસહાય અવસ્થામાં કેમ છે? એવા સવાલ સાથે સરકાર પાસે ન્યાયની ગુહાર

સલાયા, : આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને યુદ્ધના મેદાનમાં જ્યારે બે દેશો વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) જાહેર થાય છે, ત્યારે તેનો આશય નિર્દોષોના જીવ બચાવવાનો હોય છે. પરંતુ ગત 7 મેના રોજ દુબઈથી યમન જનરલ કાર્ગો ભરીને નીકળેલા સલાયાના ભારતીય માલવાહક વહાણ 'અલ ફાઈઝ નૂર સુલેમાની-1'  સાથે જે બન્યું તે માનવતા અને આંતરરાષ્ટ્રીય નિયમો પર કલંક સમાન છે. અમરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર અમલમાં હોવા છતાં, આ વહાણ પર અંધાધૂંધ ફાયરિંગ સાથે ઘાતક ડ્રોન હુમલો કરવામાં આવ્યો, જેમાં વહાણે જળસમાધિ લીધી, સાથે એક હસતા-રમતા ભારતીય પરિવારની છત્રછાયા છીનવી લીધી છે.

મધદરિયે ભયાનક ફાયરિંગ વચ્ચે અચાનક થયેલો ડ્રોન હુમલો એટલો પ્રચંડ હતો કે વહાણના બે ટુકડા થઈ ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0