Anand News: ડાલી પ્રાથમિક શાળાને મળ્યું દેશની ટોપ-10 શાળામાં સ્થાન, જીત્યો ‘સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય’ પુરસ્કાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાની ડાલી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. શાળાને પ્રતિષ્ઠિત ‘સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય રેટિંગ’ (SHVR) 2025-26 અંતર્ગત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને ડાલી પ્રાથમિક શાળાએ દેશની સર્વશ્રેષ્ઠ શાળાઓની યાદીમાં ટોપ-10માં સ્થાન મેળવીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ગુજરાતની કુલ 15 શાળાઓ આ સ્પર્ધાની રેસમાં હતી, જેમાંથી ડાલી શાળા રાજ્યમાં ટોપ-5માં અને દેશમાં ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહી છે.
પર્યાવરણલક્ષી પ્રકલ્પો અને મિશન લાઈફનો સંકલ્પ સાકાર
કેન્દ્ર સરકારના 'મિશન લાઈફ' અંતર્ગત પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ અને પ્રકલ્પોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ આ શાળાની પસંદગી રાષ્ટ્ર કક્ષાએ કરવામાં આવી છે. શાળાના પરિસરમાં સોલર પેનલ, વરસાદી પાણીના સંગ્રહ માટે રેનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ઓર્ગેનિક શાકભાજી માટે કિચન ગાર્ડન, અને વિવિધ વનસ્પતિઓ ધરાવતો ઔષધીય બાગ બનાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત, કચરાના યોગ્ય નિકાલ માટે કલર કોડ મુજબની કચરાપેટીઓનો નિયમિત ઉપયોગ કરીને શાળાએ પર્યાવરણ સુરક્ષાનો શ્રેષ્ઠ સંદેશ આપ્યો છે.

આધુનિક સુવિધાઓ અને સ્વચ્છતાના માપદંડો પર મૂલ્યાંકન
રાષ્ટ્રીય સમિતિ દ્વારા શાળાની મુલાકાત લઈને અલગ-અલગ માપદંડોના આધારે આ આખરી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પીવાના પાણીની RO સિસ્ટમ, કુમાર-કન્યા તેમજ દિવ્યાંગ બાળકો માટે આધુનિક સેનિટેશન બ્લોક અને હેન્ડ વોશ સ્ટેશનની સુવિધાને ઉત્તમ ગણાવવામાં આવી હતી.

શાળાના ભૌતિક મેન્ટેનન્સની સાથે-સાથે વિદ્યાર્થીઓના રોજિંદા વર્તનમાં સ્વચ્છતા પ્રત્યે આવેલા હકારાત્મક પરિવર્તનની રાષ્ટ્રીય સમિતિએ વિશેષ નોંધ લીધી હતી અને શાળાની પીઠ થાબડી હતી.
આ પણ વાંચો - Anand News: વલાસણ પાસે પુત્ર સાથે માતાએ કેનાલમાં ઝંપલાવ્યું, બંનેના મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

