ભુપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યાની કડી મળી
અમદાવાદ,શુક્રવારબીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે છ કરોડ રૂપિયા ઉપરાંતની છેતરપિંડી કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. જેમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સી અને બીટ કોઇનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો મળી છે. સાથેસાથે ભુપેન્દ્રસિંહે બીઝેડ કંપની અને તેના નજીકના સગા તેમજ વિશ્વાસુ વ્યક્તિઓના નામે કરોડો રૂપિયા પ્રોપર્ટીમાં રોક્યા હોવાની દિશામાં તપાસ કરવા માટે પોલીસે રાજ્યના તમામ જિલ્લાઓની રજીસ્ટ્રાર ઓફિસમાં વિગતો આપીને માહિતી મંગાવી છે. આ ઉપરાંત, અન્ય ૧૦૦થી વધુ ભોગ બનનાર લોકોએ પોલીસનો સંપર્ક કરીને તેમની સાથે થયેલી છેતરપિંડી અંગેની વિગતો આપી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત અને ગાંધીનગરમાં બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે ઓફિસ ખોલીને રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને ભુપેન્દ્રસિંહ ઝાલાએ છ હજાર કરોડ રૂપિયા મહાકૌભાંડની તપાસમાં સીઆઇડી ક્રાઇમ વિવિધ મુદ્દાઓ અલગ તારવીને અલગ અલગ ટીમ બનાવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે છ કરોડ રૂપિયા ઉપરાંતની છેતરપિંડી કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. જેમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સી અને બીટ કોઇનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો મળી છે. સાથેસાથે ભુપેન્દ્રસિંહે બીઝેડ કંપની અને તેના નજીકના સગા તેમજ વિશ્વાસુ વ્યક્તિઓના નામે કરોડો રૂપિયા પ્રોપર્ટીમાં રોક્યા હોવાની દિશામાં તપાસ કરવા માટે પોલીસે રાજ્યના તમામ જિલ્લાઓની રજીસ્ટ્રાર ઓફિસમાં વિગતો આપીને માહિતી મંગાવી છે. આ ઉપરાંત, અન્ય ૧૦૦થી વધુ ભોગ બનનાર લોકોએ પોલીસનો સંપર્ક કરીને તેમની સાથે થયેલી છેતરપિંડી અંગેની વિગતો આપી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાત અને ગાંધીનગરમાં બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે ઓફિસ ખોલીને રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને ભુપેન્દ્રસિંહ ઝાલાએ છ હજાર કરોડ રૂપિયા મહાકૌભાંડની તપાસમાં સીઆઇડી ક્રાઇમ વિવિધ મુદ્દાઓ અલગ તારવીને અલગ અલગ ટીમ બનાવી છે.