Surat: ઇચ્છાપોર પોલીસ સ્ટેશન દેશમાં સર્વશ્રેષ્ઠ, PI એસી ગોહિલને સન્માનિત કર્યા
ઓડિશાના ભુવનેશ્વરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ આજે સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના નામની ઘોષણા કરવામાં આવી હતી. સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશભરમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. 2019 બાદ ગુજરાતને સન્માન પ્રાપ્ત થયું છે. ત્રણ દિવસીય ડીજીપી સંમેલનના પ્રથમ દિવસે દેશના સર્વશ્રેષ્ઠ ત્રણ પોલીસ સ્ટેશનને સન્માનિત કરવામાં આવ્યા હતાં. ગુજરાતમાં છેલ્લે 2019માં આ પ્રકારના પોલીસ સ્ટેશનનો નંબર આવ્યો હતો. ત્યારે પાંચ વર્ષ બાદ ફરીથી ગુજરાતના પોલીસ સ્ટેશનને સન્માન મળતાં ગુજરાત પોલીસ બેડામાં હરખની લાગણી જોવા મળી રહી છે.તમામ કામગીરીના આધારે એવોર્ડ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.સી. ગોહિલે એવોર્ડ સ્વીકાર્યો હતો. 17 જેટલા નાસતા ફરતાં આરોપીઓને ઝડપી લેવાની સાથે સાથે ટ્રક ચોરી સહિતના ગુના ઉકેલવા, પ્રોહિબિશનની કામગીરી, સ્થાનિકોની પણ નોંધ લેવાઈ હતી. આ સિવાયના સર્વેના ઘણા બધા મુદ્દાઓમાં પોલીસ સ્ટેશનની કામગીરી સરાહનીય રહી હોવાથી નંબર આપવામાં આવ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કર્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે કે સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે બિરદાવવામાં આવ્યું છે. પોતાની પોસ્ટમાં સંઘવીએ લખ્યું કે, “સુરત શહેરનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન જાહેર થયું છે. આ સન્માન પોલીસ કર્મચારીઓના સમર્પણનો પુરાવો છે.” આગળ તેઓએ લખ્યું કે, “ભુવનેશ્વરમાં ઓલ ઈન્ડિયા ડીજી/આઈજી કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટર એસી ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું.”
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઓડિશાના ભુવનેશ્વરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ આજે સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના નામની ઘોષણા કરવામાં આવી હતી. સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશભરમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે.
ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. 2019 બાદ ગુજરાતને સન્માન પ્રાપ્ત થયું છે. ત્રણ દિવસીય ડીજીપી સંમેલનના પ્રથમ દિવસે દેશના સર્વશ્રેષ્ઠ ત્રણ પોલીસ સ્ટેશનને સન્માનિત કરવામાં આવ્યા હતાં. ગુજરાતમાં છેલ્લે 2019માં આ પ્રકારના પોલીસ સ્ટેશનનો નંબર આવ્યો હતો. ત્યારે પાંચ વર્ષ બાદ ફરીથી ગુજરાતના પોલીસ સ્ટેશનને સન્માન મળતાં ગુજરાત પોલીસ બેડામાં હરખની લાગણી જોવા મળી રહી છે.
તમામ કામગીરીના આધારે એવોર્ડ
ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.સી. ગોહિલે એવોર્ડ સ્વીકાર્યો હતો. 17 જેટલા નાસતા ફરતાં આરોપીઓને ઝડપી લેવાની સાથે સાથે ટ્રક ચોરી સહિતના ગુના ઉકેલવા, પ્રોહિબિશનની કામગીરી, સ્થાનિકોની પણ નોંધ લેવાઈ હતી. આ સિવાયના સર્વેના ઘણા બધા મુદ્દાઓમાં પોલીસ સ્ટેશનની કામગીરી સરાહનીય રહી હોવાથી નંબર આપવામાં આવ્યો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કર્યું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે કે સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે બિરદાવવામાં આવ્યું છે. પોતાની પોસ્ટમાં સંઘવીએ લખ્યું કે, “સુરત શહેરનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન જાહેર થયું છે. આ સન્માન પોલીસ કર્મચારીઓના સમર્પણનો પુરાવો છે.” આગળ તેઓએ લખ્યું કે, “ભુવનેશ્વરમાં ઓલ ઈન્ડિયા ડીજી/આઈજી કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટર એસી ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું.”