RTO News :રાજ્યના 13જિલ્લામાં પાકાં લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે

સેન્સર પોલ અને કેમેરા સહિતની ટેકનોલોજીથી ટ્રેક સજ્જ ન હોવાથી લાલિયાવાડી ચાલે છેડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાઇસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે  RTO કચેરીમાં AI બેઝ કેમેરાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધીમાં પાકાં લાઇસન્સ માટેના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે. હાલ સેન્સર પોલ અને કેમેરા સહિતની ટેકનોલોજીથી ટેસ્ટ ટ્રેક સજ્જ નહીં હોવાથી લાલિયાવાડી ચાલે છે.જેનો ફાયદો અન્ય જિલ્લાના લોકો પણ ઉઠાવે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી વાહનનું લાઇસન્સ કઢાવે છે, જેમાં કેટલાક કિસ્સામાં ગેરરીતિની ફરિયાદો ઉચ્ચકક્ષાએ પણ આવે છે. તત્કાલીન કમિશનરે તપાસ પણ કરાવી હતી.વાહનવ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની 38 RTO કચેરીમાં વીડિયો એનાલિટિક ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરાશે. હાલ 38 માંથી 26 RTOમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 RTOમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે. ત્યારે વિભાગ દ્વારા 38 આરટીઓમાં રૂપિયા 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે. સુત્રો કહ્યું કે, આ અંગે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. જેનું કામ ટૂંક સમયમાં શરૂ કરાશે. કંપની નવુ સોફ્ટવેર તૈયાર કરશે. જેના આધારે RTO કચેરીમાં AI બેઝ કેમેરાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. આ સિસ્ટમથી ટેસ્ટ ટ્રેકમાંથી હાલના સેન્સરપોલ દૂર થઇ જશે અને નવા AI બેઝ સેન્સર મુકાશે. ટ્રેકમાં કેમેરાની સંખ્યા વધારી દેવાશે. સાથેસાથે ટ્રેકની ઓફિસમાં કોમ્પ્યૂટર સિસ્ટમથી લઇ મોનિટરિંગ સિસ્ટમ માટે નવા સાધનો અપાશે. અમદાવાદ જેવી આરટીઓ કચેરીમાં ઓછોમાં ઓછા 18થી પણ વધુ કેમેરા રહેશે. જેનાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. જેમાં નાની-મોટી સહિત વિવિધ ભૂલો ઇન્સ્પેક્ટરોને કેમેરાની મદદથી કોમ્પ્યૂટરમાં સરળતાથી જોવા મળશે. ગેરરિતી અટકવાનો પણ દાવો કરાયો છે. ટેસ્ટ ટ્રેકના તમામ રેકર્ડ વિભાગ પાસે જ રહેશે. આ જિલ્લાઓમાં ટ્રેક તૈયાર કરાશે વાહનવ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં નવી સિસ્ટમના અમલ બાદ રાજ્યના સુરેન્દ્રનગર, ગોધરા, અંજાર, જામનગર, મહીસાગર, દ્વારકા, ભાવનગર, મોડાસા, નવસારી, ડાંગ, આણંદ છોટા ઉદેપુર, બારડોલી જિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં આગામી માર્ચ-2025 સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે. ટ્રેક બન્યા બાદ ઓફલાઇન લાઇસન્સની સિસ્ટમ બંધ કરીને ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. ઓફિસમાં બેઠા બેઠા પ્રત્યેક RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ પર નજર રાખી શકાશે ઓફિસમાં બેઠા બેઠા પ્રત્યેક RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ પર અધિકારીઓની નજર રહેશે. RTOમાં ટેસ્ટ લેનાર ઇન્સ્પેકટર તો નિરીક્ષણ કરશે પણ તેની સાથે RTO અધિકારીથી લઇ વાહનવ્યવહાર કમિશનર અને ઉચ્ચઅધિકારીઓ પોતાની ઓફિસમાં બેઠા બેઠા ડ્રાઇવિંગ ટેસ્ટ જોઇ શકશે.ટેસ્ટમાં માર્કિંગ સિસ્ટમ અમલી બનશે હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જાય ત્યારે અરજદારોને મર્યાદિત સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ટ્રેકની બહાર નીકળી જવાનું રહે છે. નવી સિસ્ટમ બાદ માર્કિંગ સિસ્ટમ અમલી બનશે. ઉદાહરણરૂપે કુલ 100 માર્કમાંથી પાસિંગ માટે 60 કે 70 માર્ક લાવનાર પાસ ગણાશે. નવી સિસ્ટમથી તમામ અરજદારોને ટેસ્ટ આપવામાં સરળતા રહેશે.

RTO News :રાજ્યના 13જિલ્લામાં પાકાં લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સેન્સર પોલ અને કેમેરા સહિતની ટેકનોલોજીથી ટ્રેક સજ્જ ન હોવાથી લાલિયાવાડી ચાલે છે
  • ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી લાઇસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે
  •  RTO કચેરીમાં AI બેઝ કેમેરાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે

રાજ્યના 13 જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધીમાં પાકાં લાઇસન્સ માટેના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે. હાલ સેન્સર પોલ અને કેમેરા સહિતની ટેકનોલોજીથી ટેસ્ટ ટ્રેક સજ્જ નહીં હોવાથી લાલિયાવાડી ચાલે છે.જેનો ફાયદો અન્ય જિલ્લાના લોકો પણ ઉઠાવે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કરારથી વાહનનું લાઇસન્સ કઢાવે છે, જેમાં કેટલાક કિસ્સામાં ગેરરીતિની ફરિયાદો ઉચ્ચકક્ષાએ પણ આવે છે. તત્કાલીન કમિશનરે તપાસ પણ કરાવી હતી.

વાહનવ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની 38 RTO કચેરીમાં વીડિયો એનાલિટિક ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરાશે. હાલ 38 માંથી 26 RTOમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 RTOમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે. ત્યારે વિભાગ દ્વારા 38 આરટીઓમાં રૂપિયા 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે. સુત્રો કહ્યું કે, આ અંગે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. જેનું કામ ટૂંક સમયમાં શરૂ કરાશે. કંપની નવુ સોફ્ટવેર તૈયાર કરશે. જેના આધારે RTO કચેરીમાં AI બેઝ કેમેરાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. આ સિસ્ટમથી ટેસ્ટ ટ્રેકમાંથી હાલના સેન્સરપોલ દૂર થઇ જશે અને નવા AI બેઝ સેન્સર મુકાશે. ટ્રેકમાં કેમેરાની સંખ્યા વધારી દેવાશે. સાથેસાથે ટ્રેકની ઓફિસમાં કોમ્પ્યૂટર સિસ્ટમથી લઇ મોનિટરિંગ સિસ્ટમ માટે નવા સાધનો અપાશે. અમદાવાદ જેવી આરટીઓ કચેરીમાં ઓછોમાં ઓછા 18થી પણ વધુ કેમેરા રહેશે. જેનાથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. જેમાં નાની-મોટી સહિત વિવિધ ભૂલો ઇન્સ્પેક્ટરોને કેમેરાની મદદથી કોમ્પ્યૂટરમાં સરળતાથી જોવા મળશે. ગેરરિતી અટકવાનો પણ દાવો કરાયો છે. ટેસ્ટ ટ્રેકના તમામ રેકર્ડ વિભાગ પાસે જ રહેશે.

આ જિલ્લાઓમાં ટ્રેક તૈયાર કરાશે

વાહનવ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં નવી સિસ્ટમના અમલ બાદ રાજ્યના સુરેન્દ્રનગર, ગોધરા, અંજાર, જામનગર, મહીસાગર, દ્વારકા, ભાવનગર, મોડાસા, નવસારી, ડાંગ, આણંદ છોટા ઉદેપુર, બારડોલી જિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં આગામી માર્ચ-2025 સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે. ટ્રેક બન્યા બાદ ઓફલાઇન લાઇસન્સની સિસ્ટમ બંધ કરીને ફરજિયાત ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે.

ઓફિસમાં બેઠા બેઠા પ્રત્યેક RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ પર નજર રાખી શકાશે

ઓફિસમાં બેઠા બેઠા પ્રત્યેક RTOના ડ્રાઇવિંગ ટેસ્ટ પર અધિકારીઓની નજર રહેશે. RTOમાં ટેસ્ટ લેનાર ઇન્સ્પેકટર તો નિરીક્ષણ કરશે પણ તેની સાથે RTO અધિકારીથી લઇ વાહનવ્યવહાર કમિશનર અને ઉચ્ચઅધિકારીઓ પોતાની ઓફિસમાં બેઠા બેઠા ડ્રાઇવિંગ ટેસ્ટ જોઇ શકશે.

ટેસ્ટમાં માર્કિંગ સિસ્ટમ અમલી બનશે

હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જાય ત્યારે અરજદારોને મર્યાદિત સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ટ્રેકની બહાર નીકળી જવાનું રહે છે. નવી સિસ્ટમ બાદ માર્કિંગ સિસ્ટમ અમલી બનશે. ઉદાહરણરૂપે કુલ 100 માર્કમાંથી પાસિંગ માટે 60 કે 70 માર્ક લાવનાર પાસ ગણાશે. નવી સિસ્ટમથી તમામ અરજદારોને ટેસ્ટ આપવામાં સરળતા રહેશે.