ભાવનગરમાં સૌની યોજનાની પાઈપ લાઈનમાં ભંગાણ, જુઓ VIDEO
ભાવનગરમાં સૌની યોજનાની પાઈપ લાઈનમાં ભંગાણ કરવામાં આવ્યું છે. વિકળીયાથી બોરતળાવમાં આવતી સૌની યોજનાની લાઈનમાં ભંગાણ કરવામાં આવ્યુ છે. ઓછા વરસાદથી બોરતળાવ ખાલી રહેતા બોરતળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એન્જિનિયરે અજાણ્યા શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ બજુડથી વાવ ગામ તરફ જતા રસ્તા ઉપરથી પસાર થતી સૌની યોજનામાં ભંગાણ કરી નુકશાન કરીને પાણીની ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં સૌની યોજનાના સાઈડ એન્જિનિયરે સોનગઢ પોલીસ મથક ખાતે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ભાવનગરમાં GST કેસમાં 6 શખ્સો સામે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ભાવનગરમાં GST કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. GST કેસમાં ભાવનગરના 6 શખ્સો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી છે. હાઈ પ્રોફાઈલ કેસમાં વડવા અને સાંઢીયાવાડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બોગસ પેઢીઓ બનાવી, બેન્ક એકાઉન્ટ ખોલીને આચરવામાં આવેલા GST કૌભાંડની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ભાવનગરના 6 શખ્સોને તપાસ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં GST કૌભાંડ માટે બનાવવામાં આવેલી બોગસ ફાઈલો ભાવનગરથી બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં સૌની યોજનાની પાઈપ લાઈનમાં ભંગાણ કરવામાં આવ્યું છે. વિકળીયાથી બોરતળાવમાં આવતી સૌની યોજનાની લાઈનમાં ભંગાણ કરવામાં આવ્યુ છે. ઓછા વરસાદથી બોરતળાવ ખાલી રહેતા બોરતળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
એન્જિનિયરે અજાણ્યા શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ
બજુડથી વાવ ગામ તરફ જતા રસ્તા ઉપરથી પસાર થતી સૌની યોજનામાં ભંગાણ કરી નુકશાન કરીને પાણીની ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં સૌની યોજનાના સાઈડ એન્જિનિયરે સોનગઢ પોલીસ મથક ખાતે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ભાવનગરમાં GST કેસમાં 6 શખ્સો સામે તપાસ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ભાવનગરમાં GST કેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે. GST કેસમાં ભાવનગરના 6 શખ્સો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી છે. હાઈ પ્રોફાઈલ કેસમાં વડવા અને સાંઢીયાવાડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બોગસ પેઢીઓ બનાવી, બેન્ક એકાઉન્ટ ખોલીને આચરવામાં આવેલા GST કૌભાંડની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ભાવનગરના 6 શખ્સોને તપાસ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં GST કૌભાંડ માટે બનાવવામાં આવેલી બોગસ ફાઈલો ભાવનગરથી બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.