ભાવનગરમાં વડાપ્રધાનના રૂટનો રોડ નવો બની ગયો, અન્ય 20 થી વધુ રોડ બિસ્માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મોટા નેતા આવવાના હોય તે જગ્યાએ જ ઝડપી કામ થાય, બાકીના કામોમાં ઠાગાઠૈયા
- વાઘાવાડી, સંસ્કાર મંડળ, ભરતનગર, ઘોઘારોડ સહિતના રોડ 5-5 વર્ષ કરતા વધુ સમયથી નહીં બનાવાતા લોકો ત્રાહિમામ
ભાવનગર શહેરમાં આગામી શનિવારે ભારતના વડાપ્રધાન આવી રહ્યા છે, જેના પગલે એરપોર્ટથી મહિલા કોલેજ, ઘોઘાસર્કલ, રૂપાણી સર્કલથી જવાહર મેદાન સુધીના રોડ નવા બનાવવામાં આવ્યા છે અને સફાઈ, ડિવાઈડરને કલર કરવા, વૃક્ષ કર્ટીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે, જયારે શહેરના ર૦ થી વધુ રોડ બિસ્માર હાલતમાં લાંબા સમયથી છે છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી.
What's Your Reaction?






