ભાજપ મંત્રી અમૃતિયાએ ખેડૂતોને દબાવવા કોશિશ કરી તો સગા ભાઈએ આંદોલનનો માર્ગ ચીંધ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Morbi farmers protest: મોરબીના જેતપર ગામે વીજ લાઇન નાખવા સામે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને હવે રાજકીય અને સામાજિક રીતે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ આંદોલન હવે સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યું છે, કારણ કે આ લડતમાં ભાજપ સરકારના મંત્રી કાંતિલાલ અમૃતિયાના સગા ભાઈ પણ ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે.
જેતપરમાં રામધુન કાર્યક્રમ: મંત્રીના ભાઈ રાકેશ અમૃતિયાના તીખા તેવર
આજે જેતપર ગામના ચોકમાં આયોજિત રામધુન કાર્યક્રમ દરમિયાન મંત્રીના ભાઈ રાકેશભાઈ અમૃતિયાએ તીખા તેવર બતાવતા જણાવ્યું હતું કે, 'જ્યાં સુધી ખેડૂતોને તેમના હક્કનું યોગ્ય વળતર નહીં મળે, ત્યાં સુધી આ લડત અટકશે નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેઓ અત્યંત આક્રમક દેખાઈ રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

