ભાજપ નેતા વિપુલ પટેલે રાજકારણમાં રૂપિયા બનાવ્યાનું જાહેરમાં કબૂલ્યું, ચૂંટણી ટાણે રાજકારણ ગરમાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BJP Vipul Patel News : ખેડા જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભાજપના કદાવર નેતા વિપુલ પટેલે રાજકારણમાં રહીને નાણાં કમાયા હોવાનો સરેઆમ સ્વીકાર કર્યો છે. નડિયાદ ખાતે યોજાયેલા એક જાહેર સમારંભમાં તેમણે કરેલા આ નિવેદનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વકર્યો છે.
નડિયાદ એરીયા કોલેજીસ રીટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતિ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા વિપુલ પટેલે મંચ પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું છાતી ઠોકીને કહું છે કે, મેં રાજકારણમાં રહીને રૂપિયા બનાવ્યા છે. ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી જેવા જવાબદાર પદો પર રહી ચૂકેલા નેતાના મોઢેથી આવી વાત સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. લાંબા સમયથી સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોવાની સાથે તેઓ સહકારી ક્ષેત્રમાં પણ મોટું નામ ધરાવે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

