બે દિવસમાં ખેડૂતોને મળશે સારા સમાચાર, રાઘવજી પટેલે આપ્યું મોટુ નિવેદન
કપાસની ખરીદી મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. રાઘવજી પટેલે કહ્યું કે કપાસની ટેકાના ભાવે ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. આગામી 1 ઓક્ટોબરથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે.બે દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે: રાઘવજી પટેલ કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી માટેની નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ થશે. આ સાથે જ રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાની મામલે પણ રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતો માટે આગામી બે દિવસમાં જ સહાયની જાહેરાત થઈ શકે છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું બે દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે. રાજ્યમાં પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ આ મુદ્દે વધુ જાણકારી આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે ભારે વરસાદના કારણે રાજ્યમાં પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીની સહાય અંગે જાહેરાત કરશે. મગફળીની ખરીદી મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન આ સાથે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે મગફળીની ખરીદી માટે જથ્થો કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે અને રાજ્ય સરકાર પાસેથી મગફળીનો કેટલો જથ્થો ખરીદવામાં આવશે તે હજુ નક્કી થયું નથી પણ આ અંગે ટુંક સમયમાં જથ્થો નક્કી થયા બાદ મગફળીની ખરીદી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે. ભારે વરસાદને પગલે ખેડૂતોના પાક થયા હતા નષ્ટ તમને જણાવી દઈએ કે આ વર્ષે મેઘરાજાએ રાજ્યમાં ધડબડાટી બોલાવી હતી અને રાજ્યભરમાં ખેડૂતોના પાકને વરસાદને કારણે મોટુ નુકસાન થયું હતું. ભારે વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાક નષ્ટ થઈ ગયા હતા અને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો, કારણ કે મોંઘા ખર્ચા કરીને વાવેલા પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા અને લાખો હેક્ટર જમીનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે પાક પણ ધોવાઈ ગયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કપાસની ખરીદી મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. રાઘવજી પટેલે કહ્યું કે કપાસની ટેકાના ભાવે ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. આગામી 1 ઓક્ટોબરથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે.
બે દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે: રાઘવજી પટેલ
કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી માટેની નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ થશે. આ સાથે જ રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાની મામલે પણ રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતો માટે આગામી બે દિવસમાં જ સહાયની જાહેરાત થઈ શકે છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું બે દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે.
રાજ્યમાં પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ
આ મુદ્દે વધુ જાણકારી આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે ભારે વરસાદના કારણે રાજ્યમાં પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીની સહાય અંગે જાહેરાત કરશે.
મગફળીની ખરીદી મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન
આ સાથે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે મગફળીની ખરીદી માટે જથ્થો કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે અને રાજ્ય સરકાર પાસેથી મગફળીનો કેટલો જથ્થો ખરીદવામાં આવશે તે હજુ નક્કી થયું નથી પણ આ અંગે ટુંક સમયમાં જથ્થો નક્કી થયા બાદ મગફળીની ખરીદી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે.
ભારે વરસાદને પગલે ખેડૂતોના પાક થયા હતા નષ્ટ
તમને જણાવી દઈએ કે આ વર્ષે મેઘરાજાએ રાજ્યમાં ધડબડાટી બોલાવી હતી અને રાજ્યભરમાં ખેડૂતોના પાકને વરસાદને કારણે મોટુ નુકસાન થયું હતું. ભારે વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાક નષ્ટ થઈ ગયા હતા અને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો, કારણ કે મોંઘા ખર્ચા કરીને વાવેલા પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા અને લાખો હેક્ટર જમીનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે પાક પણ ધોવાઈ ગયો હતો.