બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન, 1 લાખ સ્કવેર મીટર જગ્યા ખાલી કરાવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં સરકારી જગ્યાઓ પર કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલા હોય તે દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને કરોડો રૂપિયાની સરકારી જમીનો અને જગ્યાઓ ખાલી કરાવવામાં આવી રહી છે અને તેનો ઉપયોગ દેશના વિકાસ માટે કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે દબાણ દૂર કરવાની ડ્રાઈવ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યુ ટ્વીટ
ત્યારે બેટ દ્વારકામાં પણ ગેરકાયદેસર જગ્યાઓ પર કરવામાં આવેલા દબાણોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની કામગીરીનો વીડિયો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યો છે અને આ અંગેની જાણકારી આપી છે. બેટ દ્વારકામાં 314 રહેણાંક, 9 કોમર્શિયલ અને 12 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે અને જગ્યાઓ ખાલી કરાવવામાં આવી છે. સરકાર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને ગેરકાયદેસર રીતે સરકારી જગ્યાઓ પર દબાણ કરનારા લોકો સામે સરકાર સખ્ત થઈ છે અને આજે રૂપિયા 53 કરોડના મુલ્યની જગ્યા ક્લિયર કરાવી છે. આશરે 1 લાખ સ્ક્વેર મીટર જગ્યા સરકારે દબાણો દૂર કરીને ક્લિયર કરાવી છે. જણાવી દઈએ કે છેલ્લા 5 દિવસથી બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની ડ્રાઈવ ચાલી રહી છે.
4 દિવસમાં 272 ગેરકાયદે મકાન અને 7 ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે દ્વારકામાં 4 દિવસની અંદર ડિમોલેશન કામગીરી દરમ્યાન 272 ગેરકાયદે મકાનો અને 7 ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા છે. 7 વાણિજ્ય દબાણો મળી કુલ 286 દબાણો દુર કરાયા છે. 4 દિવસમાં દાદાના બુલડોઝરે 86391 ચો.મી સરકારી જમીન ખુલ્લી કરી છે. ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 471,516,000 થાય છે. આજે પાંચમાં દિવસે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તંત્રએ તવાઈ બોલાવી છે.
What's Your Reaction?






