બારડોલીની જે.સી.આઈ. દ્વારા ત્રણ દિવસીય ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઈ : 50 ખેલાડીઓએ ભાગ લીધો

May 28, 2026 - 01:30
બારડોલીની જે.સી.આઈ. દ્વારા ત્રણ દિવસીય ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઈ : 50 ખેલાડીઓએ ભાગ લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બારડોલી : બારડોલીની જે.સી.આઈ. અને બારડોલી ફૂટબોલ કલબ દ્વારા 3 દિવસીય ફૂટબોલ 6-એ સાઈડ ટુર્નામેન્ટ વિક્રમ સારાભાઈ સ્કૂલ ખાતે યોજાઈ હતી. જેનું માર્ગદર્શન અને સંચાલન બારડોલી ફૂટબોલ કલબના મેનેજર અને કોચ રોહિત તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં કુલ 50 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના વિજેતા અને રનર-અપ ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ તમામ ખેલાડીઓએ મેડલ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે.સી.આઈ. બારડોલી પ્રમુખ જે.સી. કાના જાંગીડેની ઉપસ્થિતિમાં ખાસ ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેલાડીઓના પેરેન્ટ્સ, ખેલાડીઓ, પી.ટી.આઈ.રોહિત તિવારી તેમજ જે.સી.આઈ. બારડોલીના પાસ્ટ પ્રેસિડન્ટ જે.સી. કિરણ પંડયા, સભ્યો જે.સી. મહાન જાધવ, જે.જે. પ્રથમ રાઠોડ અને જે.સી. પૂજના જોશી ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0