બાગાયત ખાતા હેઠળ પાક અને શાકભાજીના પાકોની રક્ષીત ખેતી માટેનો કાર્યક્રમ લોન્ચ

બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, ચાલુ વર્ષ ૨૦૨૪- ૨૫માં બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓમાં "ક્રોપ કવરના ઉપયોગથી ફળ પાકો અને શાકભાજી પાકોની રક્ષીત ખેતી માટેનો કાર્યક્રમ" નવી બાબત તરીકે મંજુર થયેલ હોઇ, સદર હું કાર્યક્રમ હેઠળના (૧) ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) (૨) ક્રોપ કવર / બેગ (કેળ/પપૈયા પાક માટે) (૩) દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર (૪) કૃટ કવર (આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગન કૃટ)) ઘટક માટે તેમજ ચાલુ બાબતના (૧) દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ (૨) હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય તથા (૩) નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રીયા માટે સહાય ઘટકમાં ઓનલાઇન અરજી કરવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા. ૨૧/૧૧/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ મૂકવામાં આવશે. આ રીતે કરો અરજી ઉક્ત યોજનાઓમાં લાભ લેવા ઇચ્છુક બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ઓનલાઇન અરજી પત્રક સહિ કરીને સાથે- જમીન ઉતારા નકલ-૭-૧૨, ૮-અ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડુત હોય તો જાતિનું પ્રમાણ પત્ર, સંલગ્ન પ્રોજેક્ટ રીપોર્ટ જેવા સાધનિક કાગળો જોડી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૧૪-૧૫ & ૩૬, જિલ્લા સેવા સદન- ૨, જોરાવર પેલેસની સામે, પાલનપુર, જિલ્લો: બનાસકાંઠા ખાતે જમા કરાવવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે ફોન નં. ૦૨૭૪૨-૨૫૬૭૨૬, ઇમેલ: [email protected] પર સંપર્ક કરવાનો રહેશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી,બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. બાગાયતી ખેતી એટલે શું બાગાયતી પાક એટલે એવી ખેતીની પદ્ધતિ, જેમાં વાવેતર મુખ્ય પાક સાથે તદ્દન અલગ પદ્ધતિથી થાય છે. આમાં જે પાકો ઉગાડવામાં આવે છે-તે પણ ખેતીના પ્રકાર, માળખા અને આબોહવા પર આધાર રાખે છે. બાગાયતી પાકો સામાન્ય રીતે ફળો, શાકભાજી અને શણગાર માટેના છોડોનો સમાવેશ કરે છે.

બાગાયત ખાતા હેઠળ પાક અને શાકભાજીના પાકોની રક્ષીત ખેતી માટેનો કાર્યક્રમ લોન્ચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, ચાલુ વર્ષ ૨૦૨૪- ૨૫માં બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓમાં "ક્રોપ કવરના ઉપયોગથી ફળ પાકો અને શાકભાજી પાકોની રક્ષીત ખેતી માટેનો કાર્યક્રમ" નવી બાબત તરીકે મંજુર થયેલ હોઇ, સદર હું કાર્યક્રમ હેઠળના (૧) ક્રોપ કવર (શાકભાજી પાકો માટે) (૨) ક્રોપ કવર / બેગ (કેળ/પપૈયા પાક માટે) (૩) દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર (૪) કૃટ કવર (આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગન કૃટ)) ઘટક માટે તેમજ ચાલુ બાબતના (૧) દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ (૨) હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય તથા (૩) નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રીયા માટે સહાય ઘટકમાં ઓનલાઇન અરજી કરવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા. ૨૧/૧૧/૨૦૨૪ થી તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ખુલ્લુ મૂકવામાં આવશે.

આ રીતે કરો અરજી

ઉક્ત યોજનાઓમાં લાભ લેવા ઇચ્છુક બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ઓનલાઇન અરજી પત્રક સહિ કરીને સાથે- જમીન ઉતારા નકલ-૭-૧૨, ૮-અ, બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડુત હોય તો જાતિનું પ્રમાણ પત્ર, સંલગ્ન પ્રોજેક્ટ રીપોર્ટ જેવા સાધનિક કાગળો જોડી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૧૪-૧૫ & ૩૬, જિલ્લા સેવા સદન- ૨, જોરાવર પેલેસની સામે, પાલનપુર, જિલ્લો: બનાસકાંઠા ખાતે જમા કરાવવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે ફોન નં. ૦૨૭૪૨-૨૫૬૭૨૬, ઇમેલ: [email protected] પર સંપર્ક કરવાનો રહેશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી,બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

બાગાયતી ખેતી એટલે શું

બાગાયતી પાક એટલે એવી ખેતીની પદ્ધતિ, જેમાં વાવેતર મુખ્ય પાક સાથે તદ્દન અલગ પદ્ધતિથી થાય છે. આમાં જે પાકો ઉગાડવામાં આવે છે-તે પણ ખેતીના પ્રકાર, માળખા અને આબોહવા પર આધાર રાખે છે. બાગાયતી પાકો સામાન્ય રીતે ફળો, શાકભાજી અને શણગાર માટેના છોડોનો સમાવેશ કરે છે.