બાંગ્લાદેશી યુવાને હિન્દુ નામે સુરતથી ભારતીય પાસપોર્ટ બનાવી ગલ્ફમાં બે વર્ષ કરી નોકરી

- એજન્ટને રૂ.25 હજાર આપી બોર્ડર ક્રોસ કરી મિનાર સરદારે પશ્ચિમ બંગાળમાં સુવો દાસના નામના બોગસ દસ્તાવેજો બનાવડાવ્યા હતા : સુરત ખાતેથી ભારતીય પાસપોર્ટ મેળવી મિનાર વર્ષ 2021 થી 2023 સુધી દોહામાં સેન્ટીંગની મજુરીનું કામ કરતો હતો - સુરત પરત ફરી બાંધકામની મજુરીનું કામ કરતો મિનાર સ્પામાં બંગાળી યુવતીઓ સપ્લાય પણ કરે છે : એસઓજીએ સાત દિવસના રિમાન્ડ મેળવ્યા સુરત, : એજન્ટને રૂ.25 હજાર આપી ભારત-બાંગ્લાદેશની બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરી સુરત આવી સાડા ત્રણ વર્ષથી રહેતા અને પ.બંગાળમાં હિન્દુ નામના બોગસ દસ્તાવેજો બનાવડાવી સુરતથી ભારતીય પાસપોર્ટ બનાવી બે વર્ષ કતારમાં નોકરી કરી પરત ફરેલા બાંગ્લાદેશી મુસ્લિમ યુવાનને એસઓજીએ ઉન વિસ્તારમાંથી ઝડપી પાડી તેની પાસેથી ભારતીય પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ, પ.બંગાળનું સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ, બાંગ્લાદેશનો જન્મનો દાખલો અને અન્ય દસ્તાવેજો કબજે કર્યા હતા.એસઓજીએ તેને બોગસ ભારતીય દસ્તાવેજો બનાવી આપનાર પ.બંગાળના એજન્ટને વોન્ટેડ જાહેર કરી તેના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતીભાઈ અને કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનને મળેલી બાતમીના આધારે એસઓજીએ ઉન ચંડાલ ચોકડી પાસે આવેલા રહેમતનગર મકાન નં.180 ના ગ્રાઉન્ડ ફ્લોર પર રેઈડ કરી ત્યાંથી મિનાર હેમાયત સરદાર ( ઉ.વ.24, મૂળ રહે.પદ્મબિલા ગામ, જી.ગોપાલગંજ, બાંગ્લાદેશ ) ને ઝડપી પાડી તેની પાસેથી બાંગ્લાદેશનો જન્મનો દાખલો, બાંગ્લાદેશનું પ્રાથમિક શિક્ષણનું પ્રવેશપત્ર, બાંગ્લાદેશની સ્કુલનું લીવીંગ સર્ટિફિકેટ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ ઉપરાંત તેણે હિન્દુ નામ સુવો સુનીલ દાસના નામે બનાવડાવેલું પ.બંગાળની સ્કુલનું લીવીંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, પાનકાર્ડ, ભારતીય પાસપોર્ટ, કતારનો રેસિડન્સી પરમીટ કાર્ડ અને ભાડા કરાર કબજે કર્યા હતા.એસઓજીએ તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે બાંગ્લાદેશનો વતની છે પણ વર્ષ 2020 માં એજન્ટને રૂ.25 હજાર આપી બાંગ્લાદેશની સાતખીરા બોર્ડર ક્રોસ કરી બોનગાઉ ખાતેથી ભારતમાં પ્રવેશી સુરત આવ્યો હતો.ત્યાર બાદ સુરતમાં રહેતા મિનારને વિદેશ કામ કરવા જવું હોય તેણે પ.બંગાળના નદીયાના વતની સુબીલનો સંપર્ક કરી નદીયામાંથી હિન્દુ નામ સુવો સુનીલ દાસના નામે સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું.તેના આધારે તેણે સુવો સુનીલ દાસના નામે આધારકાર્ડ અને પાનકાર્ડ પણ બનાવડાવી સુરત ખાતે પાસપોર્ટ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી.ભારતીય પાસપોર્ટ મળતા તે વર્ષ 2021 થી 2023 સુધી કતારના દોહામાં સેન્ટીંગ મજૂરીકામ કરતો હતો.ત્યાર બાદ તે સુરત આવ્યો હતો અને અહીં પણ બાંધકામના સ્થળે મજૂરીકામ કરતો હતો.જોકે, સાથે તે સ્પામાં બંગાળી યુવતીઓ સપ્લાય પણ કરતો હતો.એસઓજીએ આ અંગે મિનાર સરદાર વિરુદ્ધ ભેસ્તાન પોલીસ મથકમાં ગુનો નોંધાવી તેને હિન્દુ નામના બોગસ દસ્તાવેજો બનાવી આપનાર નદીયાના સુબીલને વોન્ટેડ જાહેર કરી મિનારને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

બાંગ્લાદેશી યુવાને હિન્દુ નામે સુરતથી ભારતીય પાસપોર્ટ બનાવી ગલ્ફમાં બે વર્ષ કરી નોકરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- એજન્ટને રૂ.25 હજાર આપી બોર્ડર ક્રોસ કરી મિનાર સરદારે પશ્ચિમ બંગાળમાં સુવો દાસના નામના બોગસ દસ્તાવેજો બનાવડાવ્યા હતા : સુરત ખાતેથી ભારતીય પાસપોર્ટ મેળવી મિનાર વર્ષ 2021 થી 2023 સુધી દોહામાં સેન્ટીંગની મજુરીનું કામ કરતો હતો

- સુરત પરત ફરી બાંધકામની મજુરીનું કામ કરતો મિનાર સ્પામાં બંગાળી યુવતીઓ સપ્લાય પણ કરે છે : એસઓજીએ સાત દિવસના રિમાન્ડ મેળવ્યા

સુરત, : એજન્ટને રૂ.25 હજાર આપી ભારત-બાંગ્લાદેશની બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરી સુરત આવી સાડા ત્રણ વર્ષથી રહેતા અને પ.બંગાળમાં હિન્દુ નામના બોગસ દસ્તાવેજો બનાવડાવી સુરતથી ભારતીય પાસપોર્ટ બનાવી બે વર્ષ કતારમાં નોકરી કરી પરત ફરેલા બાંગ્લાદેશી મુસ્લિમ યુવાનને એસઓજીએ ઉન વિસ્તારમાંથી ઝડપી પાડી તેની પાસેથી ભારતીય પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ, પ.બંગાળનું સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ, બાંગ્લાદેશનો જન્મનો દાખલો અને અન્ય દસ્તાવેજો કબજે કર્યા હતા.એસઓજીએ તેને બોગસ ભારતીય દસ્તાવેજો બનાવી આપનાર પ.બંગાળના એજન્ટને વોન્ટેડ જાહેર કરી તેના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ જગશીભાઈ શાંતીભાઈ અને કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનને મળેલી બાતમીના આધારે એસઓજીએ ઉન ચંડાલ ચોકડી પાસે આવેલા રહેમતનગર મકાન નં.180 ના ગ્રાઉન્ડ ફ્લોર પર રેઈડ કરી ત્યાંથી મિનાર હેમાયત સરદાર ( ઉ.વ.24, મૂળ રહે.પદ્મબિલા ગામ, જી.ગોપાલગંજ, બાંગ્લાદેશ ) ને ઝડપી પાડી તેની પાસેથી બાંગ્લાદેશનો જન્મનો દાખલો, બાંગ્લાદેશનું પ્રાથમિક શિક્ષણનું પ્રવેશપત્ર, બાંગ્લાદેશની સ્કુલનું લીવીંગ સર્ટિફિકેટ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ ઉપરાંત તેણે હિન્દુ નામ સુવો સુનીલ દાસના નામે બનાવડાવેલું પ.બંગાળની સ્કુલનું લીવીંગ સર્ટિફિકેટ, આધારકાર્ડ, પાનકાર્ડ, ભારતીય પાસપોર્ટ, કતારનો રેસિડન્સી પરમીટ કાર્ડ અને ભાડા કરાર કબજે કર્યા હતા.


એસઓજીએ તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે બાંગ્લાદેશનો વતની છે પણ વર્ષ 2020 માં એજન્ટને રૂ.25 હજાર આપી બાંગ્લાદેશની સાતખીરા બોર્ડર ક્રોસ કરી બોનગાઉ ખાતેથી ભારતમાં પ્રવેશી સુરત આવ્યો હતો.ત્યાર બાદ સુરતમાં રહેતા મિનારને વિદેશ કામ કરવા જવું હોય તેણે પ.બંગાળના નદીયાના વતની સુબીલનો સંપર્ક કરી નદીયામાંથી હિન્દુ નામ સુવો સુનીલ દાસના નામે સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું.તેના આધારે તેણે સુવો સુનીલ દાસના નામે આધારકાર્ડ અને પાનકાર્ડ પણ બનાવડાવી સુરત ખાતે પાસપોર્ટ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી.ભારતીય પાસપોર્ટ મળતા તે વર્ષ 2021 થી 2023 સુધી કતારના દોહામાં સેન્ટીંગ મજૂરીકામ કરતો હતો.ત્યાર બાદ તે સુરત આવ્યો હતો અને અહીં પણ બાંધકામના સ્થળે મજૂરીકામ કરતો હતો.જોકે, સાથે તે સ્પામાં બંગાળી યુવતીઓ સપ્લાય પણ કરતો હતો.

એસઓજીએ આ અંગે મિનાર સરદાર વિરુદ્ધ ભેસ્તાન પોલીસ મથકમાં ગુનો નોંધાવી તેને હિન્દુ નામના બોગસ દસ્તાવેજો બનાવી આપનાર નદીયાના સુબીલને વોન્ટેડ જાહેર કરી મિનારને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.