આ તારીખથી ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, વધુ એક વરસાદી સિસ્ટમ થશે સક્રિય: જાણો શું છે આગાહી
Gujarat Rain News : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે, ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદનું જોર વધતું જોવા મળશે. જેમાં 14 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહે છે.'17થી 24 ઓગસ્ટ સુધીમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે અંબાલાલ પટેલે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે, 'બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાથી 17થી 24 ઓગસ્ટ સુધીમાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવી શકે છે. જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતાં છે. આ દરમિયાન ઓગસ્ટમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે છે.'છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ ખાબક્યોરાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરામાં 92 મિમી, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 58 મિમી, આણંદના બોરસદમાં 55 મિમી, પંચમહાલના જાંબુઘોડામાં 54 મિમી, છોટા ઉદેપુરમાં 47 મિમી અને બોડેલીમાં 34 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો જૂનાગઢના કેશોદ, ભરુચના હાંસોટ, અમદાવાદાના બાવળા, નવસારી, કચ્છના રાપર, અમદાવાદ સિટી, મહિસાગરના ખાનપૂર, અરવલ્લી મોડાસા અને તાપીના કુકરમુંડા તાલુકામાં 1 મિમી વરસાદ પડ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Rain News : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે, ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદનું જોર વધતું જોવા મળશે. જેમાં 14 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહે છે.'
17થી 24 ઓગસ્ટ સુધીમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે
અંબાલાલ પટેલે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે, 'બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાથી 17થી 24 ઓગસ્ટ સુધીમાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવી શકે છે. જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતાં છે. આ દરમિયાન ઓગસ્ટમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે છે.'
છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ ખાબક્યો
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 108 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરામાં 92 મિમી, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 58 મિમી, આણંદના બોરસદમાં 55 મિમી, પંચમહાલના જાંબુઘોડામાં 54 મિમી, છોટા ઉદેપુરમાં 47 મિમી અને બોડેલીમાં 34 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી ઓછો જૂનાગઢના કેશોદ, ભરુચના હાંસોટ, અમદાવાદાના બાવળા, નવસારી, કચ્છના રાપર, અમદાવાદ સિટી, મહિસાગરના ખાનપૂર, અરવલ્લી મોડાસા અને તાપીના કુકરમુંડા તાલુકામાં 1 મિમી વરસાદ પડ્યો છે.