પ્રજા ઇંધણના ભાવવધારાથી પરેશાન, પણ સરકારની કમાણીની બલ્લે-બલ્લે! પેટ્રોલ-ડીઝલના ટેક્સથી તિજોરીમાં કરોડોની આવક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વર્ષ 2025-26 માં રાજ્ય સરકારને પેટ્રોલ અને ડીઝલ પરના વિવિધ વેરાઓ (ટેક્સ) મારફતે કરોડો રૂપિયાની માતબર આવક થઈ હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. વાહનવ્યવહાર અને ઔદ્યોગિક વપરાશ વધવાની સાથે ઈંધણના વેચાણ પર લેવાતા વેટ (VAT), સેસ (Cess) અને સીએસટી (CST) પેટે સરકારની તિજોરીમાં અબજો રૂપિયા જમા થયા છે, જેમાં સૌથી વધુ કમાણી ડીઝલ પરના કરમાંથી થઈ છે.
ડીઝલ વેટ અને સેસ પેટે સરકારને થઈ સૌથી વધુ કમાણી
જાહેર કરાયેલા આંકડા મુજબ, ડીઝલના વેટ પેટે રાજ્ય સરકારને સૌથી વધુ રૂ. 9,675 કરોડની આવક થઈ છે, જ્યારે ડીઝલ પર લેવાતી સેસ પેટે રૂ. 3,099 કરોડ અને CST પેટે રૂ. 2,427 કરોડ પ્રાપ્ત થયા છે. બીજી તરફ, પેટ્રોલના વેટ પેટે સરકારને રૂ. 4,423 કરોડ, સેસ પેટે રૂ. 1,328 કરોડ તથા CST પેટે રૂ. 1,040 કરોડની માતબર કમાણી થઈ છે. આમ, ઈંધણ પરના વેરા સરકારની મહેસૂલી આવકનો મુખ્ય આધાર સ્ત્રોત બની રહ્યા છે.

ઔદ્યોગિક અને વાહનવ્યવહારના વપરાશથી આવકમાં મોટો ઉછાળો
રાજ્યમાં સતત વધી રહેલા વાહનવ્યવહાર તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે ડીઝલ અને પેટ્રોલના વપરાશમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન તમામ પ્રકારના ટેક્સ મળીને કરોડો રૂપિયાની આવક નોંધાતાં રાજ્યના નાણાકીય સરવૈયાને મોટો ટેકો મળ્યો છે. નાગરિકો દ્વારા ચૂકવાતા ઈંધણના ભાવમાં આ વેરાઓનો મોટો હિસ્સો સમાવિષ્ટ હોય છે, જેનાથી રાજ્ય સરકારની તિજોરી સતત છલકાતી રહે છે.
આ પણ વાંચો : Surat News : ફોન પર આવેલું વેડિંગ કાર્ડ ખોલતાં જ અચાનક શું થયું? પોલીસ કોન્સ્ટેબલ સાથે કઈ રીતે થઈ મોટી ઠગાઈ?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

