પૂર્વ DyCM નીતિન પટેલ પહોંચ્યા પાવાગઢ, માઈભક્તો સાથે રમ્યા 'ગરબા'
રાજ્યમાં ચારે બાજુ નવરાત્રિનો રંગ જામ્યો છે અને ખૈલેયાઓ મન મુકીને મોડી રાત સુધી ગરબા રમી રહ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ આજે યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે.મંદિર પરિસરમાં નીતિન કાકા ગરબે ઘુમ્યા આ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ મંદિરે પૂજા વીધી કરીને ધજા પણ ચઢાવી અને તે પછી પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ગરબા રમતા જોવા મળ્યા હતા. મંદિર પરિસરમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ગરબે ઘુમ્યા હતા અને આ દરમિયાન તેમની સાથે અનેક માઈભક્તો પણ જોડાયા હતા. માતાજીના મંદિરમાં શીશ નમાવીને માંના આશીર્વાદ લીધા હતા અને રાજ્યની સુખાકારી માટે પણ પ્રાર્થના કરી હતી. વડોદારમાં મેલડી માતાના ડાકલાની ધુને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઝૂમ્યા વડોદરામાં ક્રેડાઈ દ્વારા આયોજિત નવરાત્રિ ફેસ્ટિવલમાં ગરબાની રંગત જામી છે. વીએનએફ ગરબા મહોત્સવમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ હાજર રહ્યા હતા અને મેલડી માતાના ડાકલાની ધુને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઝૂમ્યા હતા. સાંસદની સાથે ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલ સહિત કમિટીના સભ્યો પણ સાંસદની સાથે ઝૂમ્યા હતા. તમને જણાવી દઈએ કે 40,000થી વધુ ખેલૈયાઓથી ગરબા ગ્રાઉન્ડ છલકાયું હતું અને આગામી વર્ષે વધુ એક વખત ગરબા ગ્રાઉન્ડ મોટું કરવાની ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલે આ દરમિયાન જાહેરાત પણ કરી હતી. અમદાવાદમાં મનોદિવ્યાંગ બાળકો માટે પણ નવરાત્રિની ઉજવણીનું આયોજન નવરાત્રિનો પવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર ખેલૈયાઓ ગરબે ઘુમીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમા મનોદિવ્યાંગ બાળકો માટે પણ નવરાત્રિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 'પ્રકાશ' મનોદિવ્યાંગ બાળકોની તાલીમ શાળા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 100થી વધુ મનોદિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મનોદિવ્યાંગ બાળકોને ગરબાની તાલીમ પણ શાળામાંથી આપવમાં આવી હતી. ત્યારે મનોદિવ્યાંગ બાળકો પણ ગરબે ઘુમીને આનંદ કરતા જોવા મળ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ચારે બાજુ નવરાત્રિનો રંગ જામ્યો છે અને ખૈલેયાઓ મન મુકીને મોડી રાત સુધી ગરબા રમી રહ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ આજે યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે.
મંદિર પરિસરમાં નીતિન કાકા ગરબે ઘુમ્યા
આ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ મંદિરે પૂજા વીધી કરીને ધજા પણ ચઢાવી અને તે પછી પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ગરબા રમતા જોવા મળ્યા હતા. મંદિર પરિસરમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ગરબે ઘુમ્યા હતા અને આ દરમિયાન તેમની સાથે અનેક માઈભક્તો પણ જોડાયા હતા. માતાજીના મંદિરમાં શીશ નમાવીને માંના આશીર્વાદ લીધા હતા અને રાજ્યની સુખાકારી માટે પણ પ્રાર્થના કરી હતી.
વડોદારમાં મેલડી માતાના ડાકલાની ધુને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઝૂમ્યા
વડોદરામાં ક્રેડાઈ દ્વારા આયોજિત નવરાત્રિ ફેસ્ટિવલમાં ગરબાની રંગત જામી છે. વીએનએફ ગરબા મહોત્સવમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ હાજર રહ્યા હતા અને મેલડી માતાના ડાકલાની ધુને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઝૂમ્યા હતા. સાંસદની સાથે ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલ સહિત કમિટીના સભ્યો પણ સાંસદની સાથે ઝૂમ્યા હતા. તમને જણાવી દઈએ કે 40,000થી વધુ ખેલૈયાઓથી ગરબા ગ્રાઉન્ડ છલકાયું હતું અને આગામી વર્ષે વધુ એક વખત ગરબા ગ્રાઉન્ડ મોટું કરવાની ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલે આ દરમિયાન જાહેરાત પણ કરી હતી.
અમદાવાદમાં મનોદિવ્યાંગ બાળકો માટે પણ નવરાત્રિની ઉજવણીનું આયોજન
નવરાત્રિનો પવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર ખેલૈયાઓ ગરબે ઘુમીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમા મનોદિવ્યાંગ બાળકો માટે પણ નવરાત્રિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 'પ્રકાશ' મનોદિવ્યાંગ બાળકોની તાલીમ શાળા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 100થી વધુ મનોદિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મનોદિવ્યાંગ બાળકોને ગરબાની તાલીમ પણ શાળામાંથી આપવમાં આવી હતી. ત્યારે મનોદિવ્યાંગ બાળકો પણ ગરબે ઘુમીને આનંદ કરતા જોવા મળ્યા હતા.