પુલ તૂટયાના ત્રણ દિવસ બાદ આરોગ્ય મંત્રીની મુલાકાત, પેડેસ્ટ્રલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાથી ગંભીરા બ્રિજ તૂટી પડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gambhira Bridge Tragedy: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનાના 3 દિવસ બાદ શુક્રવારે રાજ્યના આરોગ્ય મંત્રીએ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે કહ્યું હતું કે, આ બ્રિજનો પેડેસ્ટ્રલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
30 દિવસમાં તપાસ સમિતિ મુખ્યમંત્રીને અહેવાલ સુપરત કરશે
આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે કહ્યું હતું કે, 30 દિવસમાં કમિટિ બ્રિજ તૂટી પડવા પાછળના કારણો સાથેનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરશે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે ઘ્યાનમાં આવેલી બેદરકારીના આધારે માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. હજી પણ જે કાર્યવાહી કરવી પડે તે કરવા માટે સરકાર કટિબદ્ધ છે.
What's Your Reaction?






