પીંડારડા પાટિયા પાસે ટ્રકની ટક્કરે ટ્રેક્ટર ચાલકનું મોત નિપજ્યું

ગાંધીનગર નજીક પેથાપુર મહુડી હાઇવે ઉપરઅકસ્માત બાદ ટોળું જોઈને ઊભા રહેલા મોટાભાઈ ઘાયલ નાનાભાઈને સારવાર માટે લઈ ગયા પરંતુ બચી ન શક્યા : ટ્રક ચાલક સામે ગુનોગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર મહુડી હાઇવે ઉપર પીંડારડા ગામના પાટિયા પાસે પૂરઝડપે જઈ રહેલા ટ્રકની ટક્કરે ટ્રેક્ટર સવાર નવા પીપળજ ગામના ખેડૂતનું મોત થયું છે. જે સંદર્ભે પેથાપુર પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.ગાંધીનગર શહેર નજીક આવેલા હાઇવે માર્ગો હાલ અકસ્માત માટે હોટસ્પોટ બની ગયા છે ત્યારે પેથાપુર મહુડી હાઇવે ઉપર પણ વધુ એક અકસ્માતની ઘટના બહાર આવી છે. જેમાં નવા પીપળજ ગામના ટ્રેક્ટર ચાલક ખેડૂતને મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા નવા પીપળજ ગામમાં રહેતા અજીતસિંહ પુંજાજી વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરના સમયે તેઓ તેમનું બાઈક લઈને પેટ્રોલ પુરાવી પરત ફરી રહ્યા હતા. ત્યારે પીંડારડાથી ઉનાવા ગામ પાટિયા તરફ આમ્રપાલી કટ નજીક ટ્રક અને ટ્રેક્ટરનો અકસ્માત થયો હોવાથી ઘણા માણસોનું ટોળું જોઈને તે ઉભા રહી ગયા હતા. જ્યાં સ્થળ ઉપર પહોંચીને જોયું તો તેમના નાના ભાઈ દિલીપસિંહના ટ્રેક્ટરને જ અકસ્માત થયો હોવાનું જોવા મળ્યું હતું અને તેમને ગંભીર ઇજાઓ થયેલી હાલતમાં બેભાન થઈને પડયા હતા જ્યાં નજરે અકસ્માત જોનાર લોકોએ કહ્યું હતું કે, દિલીપસિંહ ટ્રેક્ટર લઈને કટમાંથી બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન ટ્રકના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેથી દિલીપસિંહને તાત્કાલિક સારવાર માટે  ખાનગી વાહન મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હાલ આ ઘટના અંગે પેથાપુર પોલીસે ટ્રક ના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

પીંડારડા પાટિયા પાસે ટ્રકની ટક્કરે ટ્રેક્ટર ચાલકનું મોત નિપજ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગર નજીક પેથાપુર મહુડી હાઇવે ઉપર

અકસ્માત બાદ ટોળું જોઈને ઊભા રહેલા મોટાભાઈ ઘાયલ નાનાભાઈને સારવાર માટે લઈ ગયા પરંતુ બચી ન શક્યા : ટ્રક ચાલક સામે ગુનો

ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર મહુડી હાઇવે ઉપર પીંડારડા ગામના પાટિયા પાસે પૂરઝડપે જઈ રહેલા ટ્રકની ટક્કરે ટ્રેક્ટર સવાર નવા પીપળજ ગામના ખેડૂતનું મોત થયું છે. જે સંદર્ભે પેથાપુર પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

ગાંધીનગર શહેર નજીક આવેલા હાઇવે માર્ગો હાલ અકસ્માત માટે હોટસ્પોટ બની ગયા છે ત્યારે પેથાપુર મહુડી હાઇવે ઉપર પણ વધુ એક અકસ્માતની ઘટના બહાર આવી છે. જેમાં નવા પીપળજ ગામના ટ્રેક્ટર ચાલક ખેડૂતને મોત થયું છે.

જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા નવા પીપળજ ગામમાં રહેતા અજીતસિંહ પુંજાજી વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરના સમયે તેઓ તેમનું બાઈક લઈને પેટ્રોલ પુરાવી પરત ફરી રહ્યા હતા. ત્યારે પીંડારડાથી ઉનાવા ગામ પાટિયા તરફ આમ્રપાલી કટ નજીક ટ્રક અને ટ્રેક્ટરનો અકસ્માત થયો હોવાથી ઘણા માણસોનું ટોળું જોઈને તે ઉભા રહી ગયા હતા. જ્યાં સ્થળ ઉપર પહોંચીને જોયું તો તેમના નાના ભાઈ દિલીપસિંહના ટ્રેક્ટરને જ અકસ્માત થયો હોવાનું જોવા મળ્યું હતું અને તેમને ગંભીર ઇજાઓ થયેલી હાલતમાં બેભાન થઈને પડયા હતા જ્યાં નજરે અકસ્માત જોનાર લોકોએ કહ્યું હતું કે, દિલીપસિંહ ટ્રેક્ટર લઈને કટમાંથી બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન ટ્રકના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેથી દિલીપસિંહને તાત્કાલિક સારવાર માટે  ખાનગી વાહન મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હાલ આ ઘટના અંગે પેથાપુર પોલીસે ટ્રક ના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.