પાટડીના માલણપુર નજીક બંધ ડમ્પર પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો

- માંડલ પોલીસ મથકેથી ફરજ બજાવી ઘરે પરત ફરતા પોલીસકર્મીને અકસ્માતમાં ઇજાઓ પહોંચીસુરેન્દ્રનગર : માંડલ તાલુકાના કરશનપુરા ગામે રહેતા અને માંડલ પોલીસ મથકમાં ફરજ બજાવતા કમલેશભાઇ ડાયાભાઇ સોલંકી પોલીસ મથકેથી ફરજ બજાવી રાત્રીના સમયે પરત ફરી રહ્યાં હતાં તે દરમિયાન માલણપુર ગામના પાટીયાથી વઘાડા ગામ તરફના રસ્તા પર એક ડમ્પર રસ્તા વચ્ચે બંધ હાલતમાં ઉભું હતુ આથી રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઇટના પ્રકાશના કારણે આ બંધ ડમ્પર ન દેખાતા કમલેશભાઇની કાર બંધ ડમ્પર પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કમલેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે વિરમગામ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત કમલેશભાઇએ ડમ્પરના ચાલક વિરૃધ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

પાટડીના માલણપુર નજીક બંધ ડમ્પર પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- માંડલ પોલીસ મથકેથી ફરજ બજાવી ઘરે પરત ફરતા પોલીસકર્મીને અકસ્માતમાં ઇજાઓ પહોંચી

સુરેન્દ્રનગર : માંડલ તાલુકાના કરશનપુરા ગામે રહેતા અને માંડલ પોલીસ મથકમાં ફરજ બજાવતા કમલેશભાઇ ડાયાભાઇ સોલંકી પોલીસ મથકેથી ફરજ બજાવી રાત્રીના સમયે પરત ફરી રહ્યાં હતાં તે દરમિયાન માલણપુર ગામના પાટીયાથી વઘાડા ગામ તરફના રસ્તા પર એક ડમ્પર રસ્તા વચ્ચે બંધ હાલતમાં ઉભું હતુ આથી રાત્રીના સમયે સામેથી આવતા વાહનોની લાઇટના પ્રકાશના કારણે આ બંધ ડમ્પર ન દેખાતા કમલેશભાઇની કાર બંધ ડમ્પર પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કમલેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે વિરમગામ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત કમલેશભાઇએ ડમ્પરના ચાલક વિરૃધ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.