શહેરના વિવિધ વિસ્તારમાંથી દશામાંની ૪૦ હજારથી વધુ મૂર્તિ એકત્ર કરી નિકાલ કરાયો

        અમદાવાદ,બુધવાર,14 ઓગસ્ટ,2024અમદાવાદમાં દશામાંના દસ દિવસના વ્રતની પૂર્ણાહૂતિ થતાં વિવિધ વિસ્તારમાં  વિસર્જિત કરવામાં આવેલી ૪૦૧૫૦ મૂર્તિ એકત્ર કરી મ્યુનિ.ના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા તેનો યોગ્ય રીતે નિકાલ કરાયો હતો. ૩૪ લોકેશન ઉપર ૨૯૬૧૩ નાની મૂર્તિ તથા ૧૦૫૩૭ મોટી મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી.૧૨ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન સાબરમતી નદી પાસેના વિવિધ ૩૪ લોકેશનતથાજળાશયોની બાજુમાં કૃત્રિમ જળાશયોમાં વિસર્જિત કરવામાં આવેલી દશામાંની નાની-મોટી મૂર્તિ ધાર્મિક લાગણી દુભાય નહીં એ પ્રકારે એકત્ર કરવા  ૮૪ટ્રક, જેસીબી તથા બોબકેટ જેવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સાત ઝોનના વિવિધ લોકેશન ઉપરથી ૨૧૯૪૬ કીલોગ્રામ પૂજા સામગ્રી એકઠી કરી તેનો નિકાલ કરવા ૩૮૧ કામદારોની મદદ લેવામાં આવી હતી.એકત્ર કરવામાં આવેલી  મૂર્તિઓ નોગ્યાસપુર ખાતે આવેલા મ્યુનિ.ના પ્લાન્ટની બાજુમાં ખાડો કરી નિકાલ કરવામાં આવ્યો હતો.જયારે એકઠી કરવામાં આવેલી પૂજાસામગ્રી ખાતર બનાવવાના પ્લાન્ટમાં મોકલી આપવામાં આવી હતી.ઝોનવાઈસ કેટલી મૂર્તિનો નિકાલ કરાયો?ઝોન    નાનીમૂર્તિ       મોટીમૂર્તિપૂર્વ    ૩૭૦૦         ૨૫૦૦પશ્ચિમ  ૮૩૯૧         ૧૯૫૮ઉત્તર   ૧૬૨૦         ૫૯૩દક્ષિણ  ૩૭૦           ૬મધ્ય   ૧૫૦૧૫    ૫૩૬૨ઉ.પ.   ૩૬૭       ૧૧૮ દ.પ.   ૧૫૦        ----

શહેરના વિવિધ વિસ્તારમાંથી દશામાંની ૪૦ હજારથી વધુ મૂર્તિ એકત્ર કરી નિકાલ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,બુધવાર,14 ઓગસ્ટ,2024

અમદાવાદમાં દશામાંના દસ દિવસના વ્રતની પૂર્ણાહૂતિ થતાં વિવિધ વિસ્તારમાં  વિસર્જિત કરવામાં આવેલી ૪૦૧૫૦ મૂર્તિ એકત્ર કરી મ્યુનિ.ના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા તેનો યોગ્ય રીતે નિકાલ કરાયો હતો. ૩૪ લોકેશન ઉપર ૨૯૬૧૩ નાની મૂર્તિ તથા ૧૦૫૩૭ મોટી મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી.

૧૨ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન સાબરમતી નદી પાસેના વિવિધ ૩૪ લોકેશનતથાજળાશયોની બાજુમાં કૃત્રિમ જળાશયોમાં વિસર્જિત કરવામાં આવેલી દશામાંની નાની-મોટી મૂર્તિ ધાર્મિક લાગણી દુભાય નહીં એ પ્રકારે એકત્ર કરવા  ૮૪ટ્રક, જેસીબી તથા બોબકેટ જેવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સાત ઝોનના વિવિધ લોકેશન ઉપરથી ૨૧૯૪૬ કીલોગ્રામ પૂજા સામગ્રી એકઠી કરી તેનો નિકાલ કરવા ૩૮૧ કામદારોની મદદ લેવામાં આવી હતી.એકત્ર કરવામાં આવેલી  મૂર્તિઓ નોગ્યાસપુર ખાતે આવેલા મ્યુનિ.ના પ્લાન્ટની બાજુમાં ખાડો કરી નિકાલ કરવામાં આવ્યો હતો.જયારે એકઠી કરવામાં આવેલી પૂજાસામગ્રી ખાતર બનાવવાના પ્લાન્ટમાં મોકલી આપવામાં આવી હતી.

ઝોનવાઈસ કેટલી મૂર્તિનો નિકાલ કરાયો?

ઝોન    નાનીમૂર્તિ       મોટીમૂર્તિ

પૂર્વ    ૩૭૦૦         ૨૫૦૦

પશ્ચિમ  ૮૩૯૧         ૧૯૫૮

ઉત્તર   ૧૬૨૦         ૫૯૩

દક્ષિણ  ૩૭૦           ૬

મધ્ય   ૧૫૦૧૫    ૫૩૬૨

ઉ.પ.   ૩૬૭       ૧૧૮

દ.પ.   ૧૫૦        ----