નાંદોદ તાલુકાના માંડણ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માગ

May 14, 2026 - 05:30
નાંદોદ તાલુકાના માંડણ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદાના માંડણ ગામ પાસે કરજણ જળાશયમાં પ્રવાસન ઉદ્યોગ વિકસાવવા માંગ ઉઠી છે, જેનાથી સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગારી મળી શકે તેમ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતમાં સોમનાથ અને વડોદરાની મુલાકાત દરમિયાન તેમના ભાષણમાં ખાસ વાત કહી હતી કે વિદેશ પ્રવાસના બદલે ભારતના પર્યટન સ્થળો ઉપર ફરવા જાવ અને દેશની ઇકોનોમીને મજબુત બનાવો. ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામ નજીક આવેલો કુદરતી સૌંદર્યથી ભરપુર વિસ્તારને જો તંત્ર દ્વારા વિકાસ કરવમાં આવે તો પ્રવાસન ઉદ્યોગ અહી વિકસી શકે છે. પંતુ તંત્રની ઉદાસીનતાના કારણે આ વિસ્તારમાં પ્રવાસીઓ આવતા નથી.

નાંદોદ તાલુકાના માંડણ ગામ પાસે કરજણ ડેમ જળાશયનું પાણી સંગ્રહ થયેલું છે અને નાની મોટી ભમરી સુધી ફેલાયેલું છે. આ પાણી માંડણ પાસે વિશાળ સરોવરની જેમ ફેલાયેલુ છે એટલે અહીનું દ્રશ્ય જમ્મુ અને કાશ્મીરની યાદી અપાવે છે. જેમ જમ્મુ કાશ્મીરમાં ઝીલો અને સરોવરો અને તળાવોમાં પ્રવાસીઓ નૌકા વિહાર કરે છે. એવા જ આબેહૂબ દ્રશ્યો અહી જોવા મળે છે.

 આ વિસ્તારના આદિવાસીઓ નાની નૌકા લઈને માંડણ ખાતે આવતાં પ્રવાસીઓને નૌકા વિહાર કરાવે છે. કરજણ ડેમ જળાશયનું પાણી નિર્મલ સ્વચ્છ અને સુંદર લાગે છે. આ વિસ્તારનું સૌંદર્ય ખીલી ઉઠયું છે. આસપાસ ડુંગરો અને અને તેમાં સંગ્રહ થયેલું કરજણ ડેમ જળાશયનું પાણી નયનરમ્ય અને મનોહર લાગે છે. જેમ જેમ નૌકા વિહાર કરતાં પ્રવાસીઓ આગળ જાય છે તેમ તેમ કરજણ ડેમ જળાશયનું અદભૂત નજારો જોવા મળે છે વિશાલ ખાડી વિસ્તારમાં પણ નાની નૌકાઓ લઈને પ્રવાસીઓને નૌકા વિહાર કરાવે છે અને આજીવિકા મેળવે છે.માંડણ વિસ્તારમાં કરજણ ડેમ જળાશયનું પાણી સંગ્રહ થયેલો છે ત્યાં જવા ઉપર અને જળાશયમાં નાહવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વિસ્તારમાં નાની નૌકા લઈને પ્રવાસીઓને નૌકા વિહાર કરાવતા આદિવાસી યુવકો રોજગારી વિના બેકાર બન્યા છે. નૌકા લઈને પ્રવાસીઓની પ્રતિક્ષા કરી રહ્યા છે ?

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0