નવાયાર્ડની પરિણીતાના નણંદે હાથ પકડ્યા,પતિએ દુપટ્ટાથી ફાંસો આપ્યો...ભાનમાં આવતાં ભાગી ગઇ

વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં નણંદ સાથે વાત કરનાર પતિને ટોકનાર પરિણીતાની હત્યાનો પ્રયાસ થતાં પતિ અને નણંદ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.નવાયાર્ડમાં રહેતી પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,મારા લગ્ન બે વર્ષ પહેલાં મારા લગ્ન સાજીદખાન સાથે થયા હતા.મારા સાસુ સસરા યુપીના કાસગંજ ખાતે રહે છે. નંદેસરીમાં છૂટક કામ કરતા મારા પતિ સાથે ઘરખર્ચ બાબતે સાધારણ બોલાચાલી થઇ હતી.ત્યારબાદ મારા સસરા યુપીથી આવ્યા હોવાથી મારા પતિ તેમને મુકવા માટે ગઇકાલે બપોરે છાણી સ્ટેશન ગયા હતા.તેઓ પરત આવ્યા ત્યારે મારી નણંદનો મારા પતિ પર  ફોન આવતાં તે વાત કરતા હતા. જેથી મેં તેમને આપણે નણંદ સાથે ઝઘડો થયો છે અને  બોલતા નથી તો તમને કેમ ફોન કરે છે તેમ કહેતાં અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી.પરિણીતાએ કહ્યું છે કે,મારા પતિએ અમારી વચ્ચે સુલેહ થઇ ગઇ છે તેમ કહેતાં મેં તેમને ના પાડી હતી.જેથી પતિએ મને ગાળો  ભાંડી લાફો માર્યો હતો અને વાસણો ફેંકવા માંડયા હતા.તેમણે નણંદને પણ ઘેર બોલાવી લીધી હતી અને તેણે પણ મને માર માર્યો હતો.આ વખતે મારી નણંદે મારા હાથ પકડયા હતા અને પતિએ દુપટ્ટા વડે મને ફાંસો આપતાં હું બેભાન થઇ ગઇ હતી.ભાનમાં આવી ત્યારે તેઓ બંને ગાળો  ભાંડતા હતા.હું દોડીને બહાર નીકળી ગઇ હતી.મારા માતા-પિતા પણ આવી ગયા હોવાથી મારા પતિ તેમની સાથે પણ બોલાચાલી કરતા હતા.મને ૧૦૮માં સિવિલ  હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.ફતેગંજ પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નવાયાર્ડની પરિણીતાના નણંદે હાથ પકડ્યા,પતિએ દુપટ્ટાથી ફાંસો આપ્યો...ભાનમાં આવતાં ભાગી ગઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં નણંદ સાથે વાત કરનાર પતિને ટોકનાર પરિણીતાની હત્યાનો પ્રયાસ થતાં પતિ અને નણંદ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

નવાયાર્ડમાં રહેતી પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,મારા લગ્ન બે વર્ષ પહેલાં મારા લગ્ન સાજીદખાન સાથે થયા હતા.મારા સાસુ સસરા યુપીના કાસગંજ ખાતે રહે છે. નંદેસરીમાં છૂટક કામ કરતા મારા પતિ સાથે ઘરખર્ચ બાબતે સાધારણ બોલાચાલી થઇ હતી.

ત્યારબાદ મારા સસરા યુપીથી આવ્યા હોવાથી મારા પતિ તેમને મુકવા માટે ગઇકાલે બપોરે છાણી સ્ટેશન ગયા હતા.તેઓ પરત આવ્યા ત્યારે મારી નણંદનો મારા પતિ પર  ફોન આવતાં તે વાત કરતા હતા. જેથી મેં તેમને આપણે નણંદ સાથે ઝઘડો થયો છે અને  બોલતા નથી તો તમને કેમ ફોન કરે છે તેમ કહેતાં અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી.

પરિણીતાએ કહ્યું છે કે,મારા પતિએ અમારી વચ્ચે સુલેહ થઇ ગઇ છે તેમ કહેતાં મેં તેમને ના પાડી હતી.જેથી પતિએ મને ગાળો  ભાંડી લાફો માર્યો હતો અને વાસણો ફેંકવા માંડયા હતા.તેમણે નણંદને પણ ઘેર બોલાવી લીધી હતી અને તેણે પણ મને માર માર્યો હતો.આ વખતે મારી નણંદે મારા હાથ પકડયા હતા અને પતિએ દુપટ્ટા વડે મને ફાંસો આપતાં હું બેભાન થઇ ગઇ હતી.ભાનમાં આવી ત્યારે તેઓ બંને ગાળો  ભાંડતા હતા.

હું દોડીને બહાર નીકળી ગઇ હતી.મારા માતા-પિતા પણ આવી ગયા હોવાથી મારા પતિ તેમની સાથે પણ બોલાચાલી કરતા હતા.મને ૧૦૮માં સિવિલ  હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.ફતેગંજ પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.