નવરાત્રિ 2025: વડોદરામાં યુનાઈટેડ વેના પાસ માટે અફરાતફરી, કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
United Garba Mahotsav 2025 Vadodara: નવરાત્રિ આડે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે વડોદરા ના પ્રસિદ્ધ યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘુમવા માગતા ખેલૈયાઓને સમયસર પાસ ન મળતા આજે પાસ લેવા માટે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અલકાપુરી ક્લબ ખાતે દોડી આવતા સવારે મેળા જેવો માહોલ છવાયો હતો. પરિસ્થિતિ પર કાબુ લેવા માટે પોલીસને પણ બોલાવવી પડી હતી. ધક્કા મૂકીના કારણે ચારથી પાંચ લોકોને નાની મોટી ઈજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના યુનાઈટેડ વેના ગરબા વિશ્વપ્રસિદ્ધ છે અને આ ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમમાં માગતા ખેલૈયાઓ દર વર્ષે હજારો રૂપિયા ખર્ચ કરતા હોય છે. આ વર્ષે પાસ ની કિંમત 5500 રાખવામાં આવી છે.
What's Your Reaction?






