નવરાત્રિ મહોત્સવને લઈને ટ્રેડિશ્નલ ડ્રેસ ભાડે આપવાના વ્યવસાયમાં ગરમાવો

- મોટા ભાગના ડ્રેસનું અઠવાડિયા અગાઉથી જ બુકીંગ- નવરાત્રિમાં મોટા ભાગના યુવા ખેલૈયાઓ દરરોજ અવનવા ડ્રેસ તેમજ અન્ય એસેસરીઝ ભાડેથી લઈને શોખ પુરો કરતા હોય છેભાવનગર : ગોહિલવાડમાં આદ્યશકિતની ઉપાસનાના મહાપર્વ નવલા નવરાત્રિ મહોત્સવ ધીમે ધીમે રંગ પકડતો જાય છે તેમ તેમ ભાવનગર શહેરમાં નવરાત્રિના સ્પેશ્યલ એક એકથી ચડીયાતા જાત જાતના અને ભાત ભાતના અવનવા કચ્છી ભરતકામવાળા ટ્રેડિશ્નલ ડ્રેસ રિફન્ડેબલ ડીપોઝીટ લઈને ૨૪ થી ૨૮ કલાક સુધી ભાડેકથી આપવાનો વ્યવસાય પુરબહારમાં ખીલી ઉઠયો છે. ગત તા.૩ ઓકટોબરથી નવલા નવરાત્રિ મહોત્સવની આબાલવૃધ્ધ દ્વારા પરંપરાગત રીતે હર્ષોલ્લાસપુર્ણ દબદબાભેર રંગદર્શી માહોલમાં ઉજવણી થઈ રહી છે. સામાન્ય રીતે નાના ભૂલકાઓથી લઈને યુવાનો, કોલેજીયનો તેમજ ખાસ કરીને નવવિવાહિતો તેમજ નવપરિણીત દંપતિઓમાં નવરાત્રિ દરમિયાન દરરોજ અલગ અલગ ટ્રેડિશ્લ ડ્રેસ પરિધાન કરીને દાંડીયારાસની રમઝટ કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોંઘા ભાવના એક એકથી ચડીયાતા બારીક ભરતકામવાળા ચણીયાચોળી સહિતના નીતનવા ડિઝાઈનર ટ્રેડિશ્નલ ડ્રેસ ખરીદવા મોટા ભાગના લોકોને આર્થિક રીતે પરવડતા હોતા નથી. તેથી તેઓ તેમનો શોખ પરિપુર્ણ કરવા માટે ઉંચા ભાડા ચૂકવીને ડ્રેસ પહેરીને આ તહેવાર ઉજવતા હોય છે. શહેરના પીરછલ્લા શેરી, વોરાબજાર, વોરાશેરી, સુભાષનગર અને કાળીયાબીડ સહિતના અનેક વિસ્તારોમાં દર વર્ષે પ્રતિદિન ૨૪ કલાક લેખે રૂા ૨૦૦ થી લઈને રૂા ૧૦૦૦ આસપાસના ભાડાના દરથી ટ્રેડિશ્નલ ડ્રેસ અને તેને અનુરૂપ ઓકસોડાઈઝ ઓર્નામેન્ટસ ભાડે આપનાર ઘરઘરાઉ પરિવારો અને બજારના વિક્રેતાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેમ છે. કારણ કે, આ સિઝનલ વ્યવસાયમાં અવનવા ડ્રેસીસનો ઝાઝો સ્ટોક કરવો મોટા ભાગના ધંધાર્થીઓને પરવડતો નથી. નવરાત્રિમાં યુવા ખેલૈયાઓના આકર્ષણ માટે ચિત્તાકર્ષક ડ્રેસીસની સાથોસાથ ધંધાર્થીઓ દ્વારા એક એકથી ચડીયાતા કલર અને ડિઝાઈનવાળા કેડિયા, ધોતી, પાઘડી, કુર્તી, લહેરીયા ઉપરાંત ઓકસોડાઈઝ ઘરેણા, શણગારાયેલા દાંડીયા, છત્રી તેમજ એસેસરીઝ સહિતની અઢળક આઈટમ્સ સ્ટેન્ડબાય રાખવી પડે છે. આ ધંધાર્થીઓ માટેના ડ્રેસનું નવરાત્રિના ૧૫ થી ૨૦ દિવસ અગાઉથી જ બુકીંગ થવા માંડે છે તેમ રિધ્ધિ બ્યુટી પાર્લરવાળા શ્રીમતી રીટાબહેન સોનીએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, નવરાત્રિ દરમિયાન અને ખાસ કરીને અંતિમ તબકકામાં તો ઘણા ધંધાર્થીઓ પાસે હાજર સ્ટોકમાં એકપણ પીસ હોતો નથી. આ ધંધાર્થીઓ માટે વર્ષ દરમિયાન લગ્નસરા, શાળા કોલેજના વાર્ષિકોત્સવ, ધર્મસ્થાનકોના પાટોત્સવ, યુવક મહોત્સવ અને વિશેષ સૌથી લાંબો તહેવાર નવરાત્રિ મહોત્સવની સીઝન ગણાતી હોય છે.

નવરાત્રિ મહોત્સવને લઈને ટ્રેડિશ્નલ ડ્રેસ ભાડે આપવાના વ્યવસાયમાં ગરમાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મોટા ભાગના ડ્રેસનું અઠવાડિયા અગાઉથી જ બુકીંગ

- નવરાત્રિમાં મોટા ભાગના યુવા ખેલૈયાઓ દરરોજ અવનવા ડ્રેસ તેમજ અન્ય એસેસરીઝ ભાડેથી લઈને શોખ પુરો કરતા હોય છે

ભાવનગર : ગોહિલવાડમાં આદ્યશકિતની ઉપાસનાના મહાપર્વ નવલા નવરાત્રિ મહોત્સવ ધીમે ધીમે રંગ પકડતો જાય છે તેમ તેમ ભાવનગર શહેરમાં નવરાત્રિના સ્પેશ્યલ એક એકથી ચડીયાતા જાત જાતના અને ભાત ભાતના અવનવા કચ્છી ભરતકામવાળા ટ્રેડિશ્નલ ડ્રેસ રિફન્ડેબલ ડીપોઝીટ લઈને ૨૪ થી ૨૮ કલાક સુધી ભાડેકથી આપવાનો વ્યવસાય પુરબહારમાં ખીલી ઉઠયો છે. 

ગત તા.૩ ઓકટોબરથી નવલા નવરાત્રિ મહોત્સવની આબાલવૃધ્ધ દ્વારા પરંપરાગત રીતે હર્ષોલ્લાસપુર્ણ દબદબાભેર રંગદર્શી માહોલમાં ઉજવણી થઈ રહી છે. સામાન્ય રીતે નાના ભૂલકાઓથી લઈને યુવાનો, કોલેજીયનો તેમજ ખાસ કરીને નવવિવાહિતો તેમજ નવપરિણીત દંપતિઓમાં નવરાત્રિ દરમિયાન દરરોજ અલગ અલગ ટ્રેડિશ્લ ડ્રેસ પરિધાન કરીને દાંડીયારાસની રમઝટ કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોંઘા ભાવના એક એકથી ચડીયાતા બારીક ભરતકામવાળા ચણીયાચોળી સહિતના નીતનવા ડિઝાઈનર ટ્રેડિશ્નલ ડ્રેસ ખરીદવા મોટા ભાગના લોકોને આર્થિક રીતે પરવડતા હોતા નથી. તેથી તેઓ તેમનો શોખ પરિપુર્ણ કરવા માટે ઉંચા ભાડા ચૂકવીને ડ્રેસ પહેરીને આ તહેવાર ઉજવતા હોય છે. શહેરના પીરછલ્લા શેરી, વોરાબજાર, વોરાશેરી, સુભાષનગર અને કાળીયાબીડ સહિતના અનેક વિસ્તારોમાં દર વર્ષે પ્રતિદિન ૨૪ કલાક લેખે રૂા ૨૦૦ થી લઈને રૂા ૧૦૦૦ આસપાસના ભાડાના દરથી ટ્રેડિશ્નલ ડ્રેસ અને તેને અનુરૂપ ઓકસોડાઈઝ ઓર્નામેન્ટસ ભાડે આપનાર ઘરઘરાઉ પરિવારો અને બજારના વિક્રેતાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેમ છે. કારણ કે, આ સિઝનલ વ્યવસાયમાં અવનવા ડ્રેસીસનો ઝાઝો સ્ટોક કરવો મોટા ભાગના ધંધાર્થીઓને પરવડતો નથી. નવરાત્રિમાં યુવા ખેલૈયાઓના આકર્ષણ માટે ચિત્તાકર્ષક ડ્રેસીસની સાથોસાથ ધંધાર્થીઓ દ્વારા એક એકથી ચડીયાતા કલર અને ડિઝાઈનવાળા કેડિયા, ધોતી, પાઘડી, કુર્તી, લહેરીયા ઉપરાંત ઓકસોડાઈઝ ઘરેણા, શણગારાયેલા દાંડીયા, છત્રી તેમજ એસેસરીઝ સહિતની અઢળક આઈટમ્સ સ્ટેન્ડબાય રાખવી પડે છે. આ ધંધાર્થીઓ માટેના ડ્રેસનું નવરાત્રિના ૧૫ થી ૨૦ દિવસ અગાઉથી જ બુકીંગ થવા માંડે છે તેમ રિધ્ધિ બ્યુટી પાર્લરવાળા શ્રીમતી રીટાબહેન સોનીએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, નવરાત્રિ દરમિયાન અને ખાસ કરીને અંતિમ તબકકામાં તો ઘણા ધંધાર્થીઓ પાસે હાજર સ્ટોકમાં એકપણ પીસ હોતો નથી. આ ધંધાર્થીઓ માટે વર્ષ દરમિયાન લગ્નસરા, શાળા કોલેજના વાર્ષિકોત્સવ, ધર્મસ્થાનકોના પાટોત્સવ, યુવક મહોત્સવ અને વિશેષ સૌથી લાંબો તહેવાર નવરાત્રિ મહોત્સવની સીઝન ગણાતી હોય છે.