નડિયાદના મરીડાની દુકાનમાંથી ડુપ્લિકેટ ઓઈલના 60 ડબા પકડાયાં

- ખાનગી કંપનીના અધિકારીએ ફરિયાદ નોંધાવી- સિટી કોમ્પ્લેક્સની દુકાનમાંથી રૂા. 45 હજારના 184 ડબા બિલ વગરના પણ ઝડપાયાનડિયાદ : નડિયાદ મરીડા ભાગોળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં આવેલી ઓઇલની દુકાનમાંથી ડુપ્લીકેટ ઓઇલના રૂા. ૨૦ હજારના ૬૦ નંગ ડબા મળી આવ્યા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ કોતરપુર વોટર વર્કસ, કર્ણાવતીમાં રહેતા કિશોર પહલાજરાય વાઘવાણીની નડિયાદ મરીડા ભાગોળ સીટી સેન્ટર કોમ્પ્લેક્સમાં ઓઇલની દુકાન આવેલી છે. આ દુકાનમાંથી એસઓજી ખેડા પોલીસે તપાસ કરતા ઓઇલમાં નાના મોટા ડબા નં.૧૮૪ કિંમત રૂ.૪૪,૭૯૬ના બિલ વગરના મળી આવ્યા હતા. આ ઓઇલના ડબા ડુપ્લીકેટ હોવાની શંકા જતા એસઓજી ખેડા પોલીસે કંપનીના ઇન્વિગેશન ઓફિસરને જાણ કરી હતી. જેથી ખાનગી કંપનીના અધિકારીએ દુકાનમાંથી મળી આવેલા ઓઇલના ડબ્બાઓની ચકાસણી કરતા ખાનગી ઓઇલના ડબા નંગ ૬૦ કિંમત રૂ. ૧૯,૯૬૦ ડુપ્લીકેટ ઓઇલ હોવાનું જણાઇ આવ્યું હતું. આ બનાવ સંદર્ભે ઇન્વેસ્તીગેશન ઓફિસર રાજ લક્ષ્મણભાઈ ઠાકોર (રહે. સાવરીયાનગર, મધ્યપ્રદેશ)એ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોર પહલા જરાય વાઘવાણી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદના મરીડાની દુકાનમાંથી ડુપ્લિકેટ ઓઈલના 60 ડબા પકડાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ખાનગી કંપનીના અધિકારીએ ફરિયાદ નોંધાવી

- સિટી કોમ્પ્લેક્સની દુકાનમાંથી રૂા. 45 હજારના 184 ડબા બિલ વગરના પણ ઝડપાયા

નડિયાદ : નડિયાદ મરીડા ભાગોળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં આવેલી ઓઇલની દુકાનમાંથી ડુપ્લીકેટ ઓઇલના રૂા. ૨૦ હજારના ૬૦ નંગ ડબા મળી આવ્યા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

અમદાવાદ કોતરપુર વોટર વર્કસ, કર્ણાવતીમાં રહેતા કિશોર પહલાજરાય વાઘવાણીની નડિયાદ મરીડા ભાગોળ સીટી સેન્ટર કોમ્પ્લેક્સમાં ઓઇલની દુકાન આવેલી છે. 

આ દુકાનમાંથી એસઓજી ખેડા પોલીસે તપાસ કરતા ઓઇલમાં નાના મોટા ડબા નં.૧૮૪ કિંમત રૂ.૪૪,૭૯૬ના બિલ વગરના મળી આવ્યા હતા. આ ઓઇલના ડબા ડુપ્લીકેટ હોવાની શંકા જતા એસઓજી ખેડા પોલીસે કંપનીના ઇન્વિગેશન ઓફિસરને જાણ કરી હતી. 

જેથી ખાનગી કંપનીના અધિકારીએ દુકાનમાંથી મળી આવેલા ઓઇલના ડબ્બાઓની ચકાસણી કરતા ખાનગી ઓઇલના ડબા નંગ ૬૦ કિંમત રૂ. ૧૯,૯૬૦ ડુપ્લીકેટ ઓઇલ હોવાનું જણાઇ આવ્યું હતું. આ બનાવ સંદર્ભે ઇન્વેસ્તીગેશન ઓફિસર રાજ લક્ષ્મણભાઈ ઠાકોર (રહે. સાવરીયાનગર, મધ્યપ્રદેશ)એ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોર પહલા જરાય વાઘવાણી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.