નર્મદ યુનિ.ના ખાસ પદવીદાન સમારોહમાં 39,666 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે
- આ વખતે કોન્વોકેશન પાલ સંજીવ કુમાર ઓડિટોરીયમમાં યોજાશે : ફેબુ્રઆરીમાં 17375 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઇ હતી સુરતનર્મદ યુનિવર્સિટી દ્વારા આગામી શનિવારે યોજાનારા ૫૫ માં સ્પેશિયલ કોન્વોકેશનમાં અલગ અલગ ૪૬ ફેકલ્ટીના ૩૯૬૬૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે. વર્ષમાં બે વખત પદવીદાન સમારંભ યોજાતો હોવાથી આ ૨૦૨૪ માં કુલ ૫૭૦૪૧ વિદ્યાર્થીઓ મળીને છેલ્લા છ વર્ષમાં યુનિવર્સિટી દ્વારા ૨.૯૪ લાખ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા વર્ષમાં બે વખત ફેબુ્રઆરી અને ઓગસ્ટ માં કોન્વોકેશન રાખીને વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવે છે. આ ડિગ્રી આપતા પહેલા વિદ્યાર્થીઓ પાસે અરજી મંગાવવામાં આવે છે. અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ અરજી કરી હોઇ તેમને પદવી આપવામાં આવે છે. આ વર્ષે ૨૪ મી ઓગસ્ટને શનિવારે યોજાનારા ૫૫ માં પદવીદાન સમારંભમાં કુલ ૩૯૬૬૬ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. જેમાં સૌથી વધુ કોર્મસના ૧૪૩૧૭ વિદ્યાર્થીઓ, આર્ટસના ૧૧૧૭૭, સાયન્સના ૫૫૮૫ વિદ્યાર્થી, કોમ્પ્યુટર સાયન્સના ૪૪૪૧, મેડીસીનના ૧૨૩૧ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. ફેબુ્રઆરીમાં યોજાયેલા પદવીદાન સમારંભમાં ૧૭૩૭૫ અને આ ઓગસ્ટના ૩૯૬૬૬ મળીને કુલ ૫૭૦૪૧ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. આ વખતે યુનિવર્સિટીના કન્વેશન હોલના બદલે પાલ અડાજણ સંજીવકુમાર ઓડીટોરીયમાં પદવીદાન સમારંભ યોજાશે. રાજયપાલ અનઉપસ્થિત રહેશ. વર્ષમાં બે વખત યોજાતા પદવીદાન સમારંભમાં છેલ્લા છ વર્ષમાં કુલ ૨,૯૪,૮૬૮ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે. જેમાં કોરોનાકાળ પછી સને ૨૦૨૨ માં સૌથી વધુ ૬૪૦૬૫ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી.રાજ્યપાલ આવશે નહી, કુલપતિની સહીથી ડિગ્રી સર્ટિફિકેટ અપાશેસામાન્ય રીતે યુનિવર્સિટીના મહામહિમ તરીકે રાજયપાલની સહીથી જ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થાય છે. આ વર્ષે રાજયપાલ ડિગ્રી સમારંભમાં હાજર રહેવાના નહીં હોવાથી ડિગ્રી સર્ટિફિકેટ પણ સહીને લઇને મહામહિમને રજુઆત કરાઇ હતી. અને આજે રાજયપાલ ભવનમાંથી મંજુરી મળી જતા આગામી ૨૪ મી ઓગસ્ટના રોજ યોજાનારા ડિગ્રી સમારંભમાં વિદ્યાર્થીઓની ડિગ્રી પર ઇન્ચાર્જ કુલપતિ ડૉ.કે.એન.ચાવડાની સહીથી વિદ્યાર્થીઓને આપવામાં આવશે.છેલ્લા છ વર્ષમાં ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૯ ૩૫૮૧૨ ૨૦૨૦ ૩૬૦૧૭ ૨૦૨૧ ૪૧૨૩૬ ૨૦૨૨ ૬૪૦૬૫ ૨૦૨૩ ૬૦૬૯૭ ૨૦૨૪ ૫૭૦૪૧ કુલ ૨,૯૪,૮૬૮
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આ વખતે કોન્વોકેશન પાલ સંજીવ કુમાર ઓડિટોરીયમમાં યોજાશે : ફેબુ્રઆરીમાં 17375 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઇ હતી
સુરત
નર્મદ યુનિવર્સિટી દ્વારા આગામી શનિવારે યોજાનારા ૫૫ માં સ્પેશિયલ કોન્વોકેશનમાં અલગ અલગ ૪૬ ફેકલ્ટીના ૩૯૬૬૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે. વર્ષમાં બે વખત પદવીદાન સમારંભ યોજાતો હોવાથી આ ૨૦૨૪ માં કુલ ૫૭૦૪૧ વિદ્યાર્થીઓ મળીને છેલ્લા છ વર્ષમાં યુનિવર્સિટી દ્વારા ૨.૯૪ લાખ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે.
નર્મદ યુનિવર્સિટી દ્વારા વર્ષમાં બે વખત ફેબુ્રઆરી અને ઓગસ્ટ માં કોન્વોકેશન રાખીને વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવે છે. આ ડિગ્રી આપતા પહેલા વિદ્યાર્થીઓ પાસે અરજી મંગાવવામાં આવે છે. અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ અરજી કરી હોઇ તેમને પદવી આપવામાં આવે છે. આ વર્ષે ૨૪ મી ઓગસ્ટને શનિવારે યોજાનારા ૫૫ માં પદવીદાન સમારંભમાં કુલ ૩૯૬૬૬ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. જેમાં સૌથી વધુ કોર્મસના ૧૪૩૧૭ વિદ્યાર્થીઓ, આર્ટસના ૧૧૧૭૭, સાયન્સના ૫૫૮૫ વિદ્યાર્થી, કોમ્પ્યુટર સાયન્સના ૪૪૪૧, મેડીસીનના ૧૨૩૧ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. ફેબુ્રઆરીમાં યોજાયેલા પદવીદાન સમારંભમાં ૧૭૩૭૫ અને આ ઓગસ્ટના ૩૯૬૬૬ મળીને કુલ ૫૭૦૪૧ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. આ વખતે યુનિવર્સિટીના કન્વેશન હોલના બદલે પાલ અડાજણ સંજીવકુમાર ઓડીટોરીયમાં પદવીદાન સમારંભ યોજાશે. રાજયપાલ અનઉપસ્થિત રહેશ.
વર્ષમાં બે વખત યોજાતા પદવીદાન સમારંભમાં છેલ્લા છ વર્ષમાં કુલ ૨,૯૪,૮૬૮ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે. જેમાં કોરોનાકાળ પછી સને ૨૦૨૨ માં સૌથી વધુ ૬૪૦૬૫ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી.
રાજ્યપાલ આવશે નહી, કુલપતિની સહીથી ડિગ્રી સર્ટિફિકેટ અપાશે
સામાન્ય રીતે યુનિવર્સિટીના મહામહિમ તરીકે રાજયપાલની સહીથી જ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થાય છે. આ વર્ષે રાજયપાલ ડિગ્રી સમારંભમાં હાજર રહેવાના નહીં હોવાથી ડિગ્રી સર્ટિફિકેટ પણ સહીને લઇને મહામહિમને રજુઆત કરાઇ હતી. અને આજે રાજયપાલ ભવનમાંથી મંજુરી મળી જતા આગામી ૨૪ મી ઓગસ્ટના રોજ યોજાનારા ડિગ્રી સમારંભમાં વિદ્યાર્થીઓની ડિગ્રી પર ઇન્ચાર્જ કુલપતિ ડૉ.કે.એન.ચાવડાની સહીથી વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
છેલ્લા છ વર્ષમાં ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા
વર્ષ વિદ્યાર્થીઓની સંખ્યા
૨૦૧૯ ૩૫૮૧૨
૨૦૨૦ ૩૬૦૧૭
૨૦૨૧ ૪૧૨૩૬
૨૦૨૨ ૬૪૦૬૫
૨૦૨૩ ૬૦૬૯૭
૨૦૨૪ ૫૭૦૪૧
કુલ ૨,૯૪,૮૬૮