રાયસણના સિગ્નેચર બ્રિજ ઉપર મોંઘીદાટ કારના કાફલા સાથે નાબીરાઓના સ્ટંટ
'ખુનમાં છે ખુમારી એ કાયમ રહેવાની, પડી એને પૂછી લેજે' ગીત ઉપરપૂરઝડપે કાર દોડાવી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ શોધવા માટે દોડીગાંધીનગર : ગાંધીનગરના રાયસણ ખાતે ગિફ્ટ સિટીને જોડતા સિગ્નેચર બ્રિજ ઉપર ૧૦થી વધુ મોંઘી દાટ કાર સાથે સ્ટંટ કરતા નબીરાઓનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેના કારણે ગાંધીનગર પોલીસની ઊંઘ ઊડી છે. હવે આ નબીરાઓને શોધવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.હાલમાં સોશિયલ મીડિયા ઉપર રીલ મુકવા માટે યુવાનો નવા નવા અખતરા કરતા હોય છે તેમાં કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલતા હોય છે અને ટ્રાફિકના નિયમોને પણ અવગણતા હોય છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ કેટલાક નબીરાઓ દ્વારા ૧૦થી વધુ મોંઘીદાટ કાર લઈને સ્ટંટ કરવામાં આવ્યા હતા. ભાઈજીપુરાથી રાયસણના સિગ્નેચર બ્રિજને જોડતા માર્ગ ઉપર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને જાણે કોઈ વીઆઈપીનો કાફલો જતો હોય તે પ્રકારે સ્ટંટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં એક સાથે તમામ કાર બ્રિજ ઉપર પાર્ક કરીને રોડને જામ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં ગુજરાતી ગીત સાથે આ વિડીયો વાયરલ થયો હતો જેના શબ્દો હતા કે, ખુનમાં છે ખુમારી તે કાયમ રહેવાની, પડી એને પૂછી લેજે અમારી મરદાની, ભૂલ કરી છે મોટી અમને નડવાની.. અમે કાયર નથી અમે ફાયર છીએ તારી ઓકાતના બહાર છીએ.. એટલું જ નહીં આ માર્ગ ઉપર ૧૯૦ કરતાં વધુની સ્પીડ સાથે કાર હંકારતો વિડીયો પણ વાયરલ થયો હતો. આમ આ નબીરાઓ જાણે કે ગાંધીનગર પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ પ્રકારના સ્ટંટ દરમિયાન કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ, અગાઉ પણ નબીદાઓ દ્વારા ટ્રાફિકના નિયમો નેવે મૂકીને સ્ટંટ કરતાં વિડિયો વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે હાલની આ ઘટના બાદ હવે ઇન્ફોસિટી પોલીસ નબીરાઓને શોધવા માટે દોડી રહી છે. પાંચ નબીરા સાથે પાંચ કાર પોલીસે જપ્ત કરી : અન્યની શોધખોળ ગાંધીનગરના સિગ્નેચર બ્રિજ પાસે મોંઘી દાટ કાર સાથે સ્ટંટ કરનાર નબીરાઓ પૈકી પોલીસે મોડી સાંજે પાંચને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી પાંચ કાર પણ કબજે કરવામાં આવી હતી જ્યારે અન્યની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આ નબીરાઓ સામે ટ્રાફિકના નિયમોના ઉલંઘન બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
'ખુનમાં છે ખુમારી એ કાયમ રહેવાની, પડી એને પૂછી લેજે' ગીત ઉપર
પૂરઝડપે કાર દોડાવી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું
વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ શોધવા માટે દોડી
ગાંધીનગર : ગાંધીનગરના રાયસણ ખાતે ગિફ્ટ સિટીને જોડતા સિગ્નેચર બ્રિજ ઉપર ૧૦થી વધુ મોંઘી દાટ કાર સાથે સ્ટંટ કરતા નબીરાઓનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેના કારણે ગાંધીનગર પોલીસની ઊંઘ ઊડી છે. હવે આ નબીરાઓને શોધવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.
હાલમાં સોશિયલ મીડિયા ઉપર રીલ મુકવા માટે યુવાનો નવા નવા અખતરા કરતા હોય છે તેમાં કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલતા હોય છે અને ટ્રાફિકના નિયમોને પણ અવગણતા હોય છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ કેટલાક નબીરાઓ દ્વારા ૧૦થી વધુ મોંઘીદાટ કાર લઈને સ્ટંટ કરવામાં આવ્યા હતા. ભાઈજીપુરાથી રાયસણના સિગ્નેચર બ્રિજને જોડતા માર્ગ ઉપર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને જાણે કોઈ વીઆઈપીનો કાફલો જતો હોય તે પ્રકારે સ્ટંટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં એક સાથે તમામ કાર બ્રિજ ઉપર પાર્ક કરીને રોડને જામ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં ગુજરાતી ગીત સાથે આ વિડીયો વાયરલ થયો હતો જેના શબ્દો હતા કે, ખુનમાં છે ખુમારી તે કાયમ રહેવાની, પડી એને પૂછી લેજે અમારી મરદાની, ભૂલ કરી છે મોટી અમને નડવાની.. અમે કાયર નથી અમે ફાયર છીએ તારી ઓકાતના બહાર છીએ.. એટલું જ નહીં આ માર્ગ ઉપર ૧૯૦ કરતાં વધુની સ્પીડ સાથે કાર હંકારતો વિડીયો પણ વાયરલ થયો હતો. આમ આ નબીરાઓ જાણે કે ગાંધીનગર પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ પ્રકારના સ્ટંટ દરમિયાન કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ, અગાઉ પણ નબીદાઓ દ્વારા ટ્રાફિકના નિયમો નેવે મૂકીને સ્ટંટ કરતાં વિડિયો વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે હાલની આ ઘટના બાદ હવે ઇન્ફોસિટી પોલીસ નબીરાઓને શોધવા માટે દોડી રહી છે.
પાંચ નબીરા સાથે પાંચ કાર પોલીસે જપ્ત કરી : અન્યની શોધખોળ
ગાંધીનગરના સિગ્નેચર બ્રિજ પાસે મોંઘી દાટ કાર સાથે સ્ટંટ કરનાર નબીરાઓ પૈકી પોલીસે મોડી સાંજે પાંચને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી પાંચ કાર પણ કબજે કરવામાં આવી હતી જ્યારે અન્યની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આ નબીરાઓ સામે ટ્રાફિકના નિયમોના ઉલંઘન બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.