નર્મદામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રાથમિક સુવિધાઓને લઈને શું બોલી ગયા?

નસવાડીમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર સમે પ્રહાર કર્યા હતા. જેમાં સરકારને આરોગ્ય, શિક્ષણ અને પાણીની વ્યવસ્થાને લઈ આડે હાથ લીધી હતી. રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ અને પાણી વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા સરકાર સામે પ્રહાર કરવામાં આવી રહ્યા છે.સરકાર મોટી-મોટી વિકાસની વાતો કરે છેઃ ચૈતર વસાવા મહત્વનું કહી શકાય કે, ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, સગર્ભા બાળકને જન્મ આપતા જ રસ્તામાં મરી જાય છે. અને સરકાર અમૃત કાળ મનાવે છે, સાથે જ તેમણે કહ્યું કે, સરકાર ફક્ત મોટી મોટી વિકાસની વાતો કરે છે. ‘સરકારોનું કરોડોનું બજેટ સગેવગે કરવામાં આવે છે’ ત્યારે વધુમાં ચૈતર વસાવા દ્વારા , સરકારનું કરોડોનું બજેટ અધિકારીઓ, કોન્ટ્રાકટરો, અને NGOમાં એનકેન પ્રકારે સગવગે કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અવારનવાર સરકાર સામે પ્રહાર કરવામાં આવતા હોય છે. અગાઉ પોલીસને ચૈતર વસાવાએ આપી હતી ધમકી પોલીસને ધારાસભ્ય ચૈતર વસાવે ખુલ્લી ધમકી આપી હતી અને કહ્યું હતું કે અમને રોકતા નહીં બાકી જોવા જેવી થઈ જશે. ચૈતર વસાવાએ પોલીસને કહ્યું કે ‘તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો’. ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા કે પોલીસ દારૂ જુગારનો હપ્તો લે છે. ત્યારે આ ઘર્ષણના મામલાની જાણકારી મળતા જ જિલ્લા પોલીસ વડા કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો શાંત કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ખરાબ રોડ રસ્તાને લઈને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

નર્મદામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રાથમિક સુવિધાઓને લઈને શું બોલી ગયા?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નસવાડીમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર સમે પ્રહાર કર્યા હતા. જેમાં સરકારને આરોગ્ય, શિક્ષણ અને પાણીની વ્યવસ્થાને લઈ આડે હાથ લીધી હતી. રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ અને પાણી વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા સરકાર સામે પ્રહાર કરવામાં આવી રહ્યા છે.

સરકાર મોટી-મોટી વિકાસની વાતો કરે છેઃ ચૈતર વસાવા

મહત્વનું કહી શકાય કે, ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, સગર્ભા બાળકને જન્મ આપતા જ રસ્તામાં મરી જાય છે. અને સરકાર અમૃત કાળ મનાવે છે, સાથે જ તેમણે કહ્યું કે, સરકાર ફક્ત મોટી મોટી વિકાસની વાતો કરે છે.

‘સરકારોનું કરોડોનું બજેટ સગેવગે કરવામાં આવે છે’

ત્યારે વધુમાં ચૈતર વસાવા દ્વારા , સરકારનું કરોડોનું બજેટ અધિકારીઓ, કોન્ટ્રાકટરો, અને NGOમાં એનકેન પ્રકારે સગવગે કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અવારનવાર સરકાર સામે પ્રહાર કરવામાં આવતા હોય છે.

અગાઉ પોલીસને ચૈતર વસાવાએ આપી હતી ધમકી

પોલીસને ધારાસભ્ય ચૈતર વસાવે ખુલ્લી ધમકી આપી હતી અને કહ્યું હતું કે અમને રોકતા નહીં બાકી જોવા જેવી થઈ જશે. ચૈતર વસાવાએ પોલીસને કહ્યું કે ‘તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો’. ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા કે પોલીસ દારૂ જુગારનો હપ્તો લે છે. ત્યારે આ ઘર્ષણના મામલાની જાણકારી મળતા જ જિલ્લા પોલીસ વડા કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો શાંત કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ખરાબ રોડ રસ્તાને લઈને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.