ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર

Mar 13, 2026 - 11:30
ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gandhinagar Yoga Camp: રાજ્ય સરકાર જ્યારે સમગ્ર ગુજરાતને 'મેદસ્વીતા મુક્ત' બનાવવાના અભિયાન પર ભાર મૂકી રહી છે, ત્યારે રાજ્યના જનપ્રતિનિધિઓ જ આ બાબતે ગંભીર ન હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. ગાંધીનગર ખાતે નવા MLA ક્વાર્ટરમાં ધારાસભ્યો માટે આયોજિત બે દિવસીય યોગ શિબિરમાં કુલ 181 ધારાસભ્યોમાંથી માત્ર 25 જેટલા સભ્યો જ હાજર રહ્યા હતા.

'સ્વસ્થ ગુજરાત' અભિયાનને મોટો ફટકો

પીએમ મોદીએ વધતી જતી મેદસ્વીતા સામે ચિંતા વ્યક્ત કરી હતી, જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વર્ષને 'સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત' અભિયાન તરીકે જાહેર કર્યું છે. આ વિઝનને સાકાર કરવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0