દુષ્કર્મની બે ઘટનાઓને લઈ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયાએ આપ્યુ નિવેદવન
સુરત દુષ્કર્મ કેસના ઘા હજુ તાજા છે. ત્યારે હવે આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. આ મુદ્દે વિવિધ પક્ષના રાજકારણીઓ નિવેદનો આપી રોષ વ્યક્ત કરી રહ્યા છે. સુરત જિલ્લામાં થોડા જ દિવસોમાં અલગ બે ઘટનાઓમાં બે વિધાર્થીનીઓ પર દુષ્કર્મની ઘટના બની હતી. ત્યારે દુષ્કર્મની ઘટનાઓને લઈને શિક્ષણ પ્રધાન પ્રફુલ પાંનસેરિયાએ નિવેદન આપ્યુ છે.પ્રફુલ પાંનસેરિયાએ દુષ્કર્મ મામલે આપ્યુ નિવેદન અલગ અલગ જગ્યા પર બનેલી દુષ્ક્મની બે ઘટનાઓ પર પ્રફુલ પાંનસેરિયાએ નિવેદન આપી રોષ વ્યક્ત કર્યો છે. નિવેદન આપતા કહ્યું કે, જે હાલમાં બે અલગ-અલગ જગ્યાઓ પર દુષ્કર્મની ઘટના બની છે અને અગાઉ જે દુષ્કર્મની ઘટનાઓ બની છે, તેમાં એક પણ આરોપી હજી સુધી પોલીસના માંચડેથી છૂટ્યો નથી. દીકરીઓને ભોળવી આવા કૃત્ય કરનારા નરાધમોને ફાંસીની સજા અને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. દીકરીઓનું જ્યારે ભોળપણ હોય ત્યારે આવા નરાધમો કૃત્યો કરતા હોય છે. જેના મનમાં આવા કૃત્યો કરવાનો કીડો સળવળતો હોય તેઓ ચેતી જાય. નહીતર કાનૂની રીતે બરાબર ફીટ થશે.દુષ્કર્મ કરનાર જે આરોપીનુ મોત થયુંસુરત માંગરોળના મોટા બોરસરા ગામે થયેલ દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપી પૈકી એક આરોપીનું મોત થયુ છે, ત્યારે આ ઘટનાને લઈને પણ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાંનસેરિયાએ નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા જણાવ્યુ કે, દુષ્કર્મ કરનાર જે આરોપીનુ મોત થયું છે તેને લઇને અમને કોઈ અફસોસ નથી. આવા આરોપીઓ મરી જવા જોઈએ. આ આરોપી મરી ગયો એ ખૂબ સારું થયું. આવા લોકોને ફાંસીના માંચડે ચડાવી દેવા જોઈએ એ મારો સ્પષ્ટ મત છે. આ સાથે તેમણે પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત દુષ્કર્મ કેસના ઘા હજુ તાજા છે. ત્યારે હવે આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. આ મુદ્દે વિવિધ પક્ષના રાજકારણીઓ નિવેદનો આપી રોષ વ્યક્ત કરી રહ્યા છે. સુરત જિલ્લામાં થોડા જ દિવસોમાં અલગ બે ઘટનાઓમાં બે વિધાર્થીનીઓ પર દુષ્કર્મની ઘટના બની હતી. ત્યારે દુષ્કર્મની ઘટનાઓને લઈને શિક્ષણ પ્રધાન પ્રફુલ પાંનસેરિયાએ નિવેદન આપ્યુ છે.
પ્રફુલ પાંનસેરિયાએ દુષ્કર્મ મામલે આપ્યુ નિવેદન
અલગ અલગ જગ્યા પર બનેલી દુષ્ક્મની બે ઘટનાઓ પર પ્રફુલ પાંનસેરિયાએ નિવેદન આપી રોષ વ્યક્ત કર્યો છે. નિવેદન આપતા કહ્યું કે, જે હાલમાં બે અલગ-અલગ જગ્યાઓ પર દુષ્કર્મની ઘટના બની છે અને અગાઉ જે દુષ્કર્મની ઘટનાઓ બની છે, તેમાં એક પણ આરોપી હજી સુધી પોલીસના માંચડેથી છૂટ્યો નથી. દીકરીઓને ભોળવી આવા કૃત્ય કરનારા નરાધમોને ફાંસીની સજા અને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. દીકરીઓનું જ્યારે ભોળપણ હોય ત્યારે આવા નરાધમો કૃત્યો કરતા હોય છે. જેના મનમાં આવા કૃત્યો કરવાનો કીડો સળવળતો હોય તેઓ ચેતી જાય. નહીતર કાનૂની રીતે બરાબર ફીટ થશે.
દુષ્કર્મ કરનાર જે આરોપીનુ મોત થયું
સુરત માંગરોળના મોટા બોરસરા ગામે થયેલ દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપી પૈકી એક આરોપીનું મોત થયુ છે, ત્યારે આ ઘટનાને લઈને પણ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાંનસેરિયાએ નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા જણાવ્યુ કે, દુષ્કર્મ કરનાર જે આરોપીનુ મોત થયું છે તેને લઇને અમને કોઈ અફસોસ નથી. આવા આરોપીઓ મરી જવા જોઈએ. આ આરોપી મરી ગયો એ ખૂબ સારું થયું. આવા લોકોને ફાંસીના માંચડે ચડાવી દેવા જોઈએ એ મારો સ્પષ્ટ મત છે. આ સાથે તેમણે પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી.