દિવાળી પર્વને લઈ ગાંધીનગર પોલીસનો એક્શન પ્લાન, નાગરિકોને આપ્યા આ મહત્વના સૂચનો

દિવાળીના તહેવારોમાં ગાંધીનગર જિલ્લા પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારોમાં શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ વધુ કરવામાં આવશે. દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં લોકો વેકેશન માણવા બહારગામ જતા હોય છે.લાંબા સમય માટે બહાર જાઓ તો પોલીસને જાણ કરો ત્યારે તસ્કરો આ તકનો લાભ ઉઠાવે છે અને ચોરીના બનાવો આ દિવસોમાં સૌથી વધારે બનતા હોય છે, ત્યારે જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને અપીલ પણ કરી છે કે જો કોઈ વ્યક્તિ કે પરિવાર લાંબા સમય માટે બહાર જતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જરૂરી છે. ત્યારે જે નાગરિકોને એફોર્ડેબલ હોય તેવા સીસીટીવી કેમેરા લગાવવા પણ પોલીસ વડાએ સૂચન કર્યું છે. સીસીટીવી કેમેરા ના હોય તેવી સોસાયટીઓમાં તાત્કાલિક CCTV લગાવવા સૂચન તમને જણાવી દઈએ કે ગાંધીનગરની કેટલીક સોસાયટીઓમાં નિયમ મુજબ સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા નથી, ત્યારે આવી સોસાયટીઓને તાત્કાલિક સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવા પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે જો એક જ વિસ્તારમાંથી વધુ લોકો બહાર જતા હશે તો હોમગાર્ડનો પોઈન્ટ મૂકવામાં આવશે અને કડક સુરક્ષા કરવામાં આવશે. બહાર જતી વખતે કિંમતી વસ્તુ સલામત સ્થળે મૂકવી: જિલ્લા પોલીસ વડા તમને જણાવી દઈએ કે છેલ્લા 10-15 દિવસથી શહેર અને તેની આસપાસની કન્સ્ટ્રક્શન સાઈટ્સ અને અન્ય જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર શહેરમાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ પાંચ મિનિટ છે. ત્યારે નાગરિકને કોઈપણ ઘટના ધ્યાનમાં આવે તો તરત જ પોલીસ કંટ્રોલને જાણ કરવી, તેથી પોલીસ ઓન ટાઈમ કાર્યવાહી કરીને ઘટનાને અટકાવી શકે. આ સાથે જ પોલીસે વડાએ વધુમાં સૂચન કરતા કહ્યું કે લાંબા સમય માટે બહાર જતા લોકોને પોતાની કીમતી વસ્તુઓ સલામત સ્થળે મૂકીને જવું, સાથે જ આડોશ-પાડોશમાં પણ લાંબા સમય માટે બહાર જતા હોય તો જાણ કરવી. જેથી કોઈ દુર્ઘટના ના સર્જાય.  

દિવાળી પર્વને લઈ ગાંધીનગર પોલીસનો એક્શન પ્લાન, નાગરિકોને આપ્યા આ મહત્વના સૂચનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારોમાં ગાંધીનગર જિલ્લા પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારોમાં શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ વધુ કરવામાં આવશે. દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં લોકો વેકેશન માણવા બહારગામ જતા હોય છે.

લાંબા સમય માટે બહાર જાઓ તો પોલીસને જાણ કરો

ત્યારે તસ્કરો આ તકનો લાભ ઉઠાવે છે અને ચોરીના બનાવો આ દિવસોમાં સૌથી વધારે બનતા હોય છે, ત્યારે જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને અપીલ પણ કરી છે કે જો કોઈ વ્યક્તિ કે પરિવાર લાંબા સમય માટે બહાર જતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જરૂરી છે. ત્યારે જે નાગરિકોને એફોર્ડેબલ હોય તેવા સીસીટીવી કેમેરા લગાવવા પણ પોલીસ વડાએ સૂચન કર્યું છે.

સીસીટીવી કેમેરા ના હોય તેવી સોસાયટીઓમાં તાત્કાલિક CCTV લગાવવા સૂચન

તમને જણાવી દઈએ કે ગાંધીનગરની કેટલીક સોસાયટીઓમાં નિયમ મુજબ સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા નથી, ત્યારે આવી સોસાયટીઓને તાત્કાલિક સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવા પણ સૂચના આપવામાં આવી છે. ત્યારે જો એક જ વિસ્તારમાંથી વધુ લોકો બહાર જતા હશે તો હોમગાર્ડનો પોઈન્ટ મૂકવામાં આવશે અને કડક સુરક્ષા કરવામાં આવશે.

બહાર જતી વખતે કિંમતી વસ્તુ સલામત સ્થળે મૂકવી: જિલ્લા પોલીસ વડા

તમને જણાવી દઈએ કે છેલ્લા 10-15 દિવસથી શહેર અને તેની આસપાસની કન્સ્ટ્રક્શન સાઈટ્સ અને અન્ય જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર શહેરમાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ પાંચ મિનિટ છે. ત્યારે નાગરિકને કોઈપણ ઘટના ધ્યાનમાં આવે તો તરત જ પોલીસ કંટ્રોલને જાણ કરવી, તેથી પોલીસ ઓન ટાઈમ કાર્યવાહી કરીને ઘટનાને અટકાવી શકે. આ સાથે જ પોલીસે વડાએ વધુમાં સૂચન કરતા કહ્યું કે લાંબા સમય માટે બહાર જતા લોકોને પોતાની કીમતી વસ્તુઓ સલામત સ્થળે મૂકીને જવું, સાથે જ આડોશ-પાડોશમાં પણ લાંબા સમય માટે બહાર જતા હોય તો જાણ કરવી. જેથી કોઈ દુર્ઘટના ના સર્જાય.