Surendranagarમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા

સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિની પ્રતિ વર્ષ તા.૩૧ ઓકટોબરના દિવસે “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર કચેરી તેમજ વિવિધ સરકારી કચેરીઓ, સંસ્થાઓ ખાતે આજે “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે શપથ લેવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝાના નિર્દેશ હેઠળ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતાનું રક્ષણ કરવા તથા તેના જતન માટે સ્વને સમર્પિત કરવા તથા દેશવાસીઓને આ માટે જાગૃત કરવા શપથ ગ્રહણ કર્યા હતા. અનેક રજવાડાઓને એક કર્યા મહત્વનું છે કે, સરદાર વલ્લભભાઈ પટેલે, દેશના અનેક રજવાડાઓ એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે મહત્વની ફરજ નિભાવી, વર્ષ-૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો હતો. હૈદરાબાદ, જૂનાગઢ સહિતના ૫૬૨ જેટલા રજવાડાંઓને એક કરવામાં, ભારતસંઘમાં જોડવામાં સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલી અને ક્ષમતાઓ આજે પણ યાદ કરી ગર્વ થાય છે. આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે તા.૩૧ ઓકટોબરના દિવસને 'રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે નોંધનીય કામગીરી કરનારા, લોખંડી પુરુષ તરીકે ખ્યાતનામ સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજોના સ્મરણ સાથે "રાષ્ટ્રીય એકતા દિવસ" નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતાનું રક્ષણ કરવાના શપથ લીધા હતા. આ માટે સ્વને સમર્પિત કરવા તથા દેશવાસીઓને આ માટે જાગૃત કરવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલને સ્મૃતિ વંદના સાથે, આ દેશને એક કરવા માટે તેમણે કરેલા ભગીરથ પ્રયત્નોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરવામાં આવે છે. 

Surendranagarમાં કલેકટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિની પ્રતિ વર્ષ તા.૩૧ ઓકટોબરના દિવસે “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર કચેરી તેમજ વિવિધ સરકારી કચેરીઓ, સંસ્થાઓ ખાતે આજે “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે શપથ લેવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝાના નિર્દેશ હેઠળ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતાનું રક્ષણ કરવા તથા તેના જતન માટે સ્વને સમર્પિત કરવા તથા દેશવાસીઓને આ માટે જાગૃત કરવા શપથ ગ્રહણ કર્યા હતા.

અનેક રજવાડાઓને એક કર્યા

મહત્વનું છે કે, સરદાર વલ્લભભાઈ પટેલે, દેશના અનેક રજવાડાઓ એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે મહત્વની ફરજ નિભાવી, વર્ષ-૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો હતો. હૈદરાબાદ, જૂનાગઢ સહિતના ૫૬૨ જેટલા રજવાડાંઓને એક કરવામાં, ભારતસંઘમાં જોડવામાં સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલી અને ક્ષમતાઓ આજે પણ યાદ કરી ગર્વ થાય છે.


આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ

ભારતભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે તા.૩૧ ઓકટોબરના દિવસને 'રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે નોંધનીય કામગીરી કરનારા, લોખંડી પુરુષ તરીકે ખ્યાતનામ સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજોના સ્મરણ સાથે "રાષ્ટ્રીય એકતા દિવસ" નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતાનું રક્ષણ કરવાના શપથ લીધા હતા. આ માટે સ્વને સમર્પિત કરવા તથા દેશવાસીઓને આ માટે જાગૃત કરવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલને સ્મૃતિ વંદના સાથે, આ દેશને એક કરવા માટે તેમણે કરેલા ભગીરથ પ્રયત્નોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરવામાં આવે છે.